નવી દિલ્હીઃ લાંબા સમય બાદ ટીમ ઇન્ડિયામાં વાપસી કરનારા દિનેશ કાર્તિકે આઇસીસીના તાજા રેન્કિંગમાં જોરદાર છલાંગ લગાવી છે. તેને આઇસીસી ટી20 આંતરરાષ્ટ્રીય રેન્કિંગમાં 108 પૉઇન્ટની હરળફાળ ભરી છે. દક્ષિણ આફ્રિકા સામેની સીરીઝમાં શાનદાર પ્રદર્શનના આધારે દિનેશ કાર્તિકને બેટિંગ રેન્કિંગમાં આ મોટો ફાયદો મળ્યો છે. દિનેશ કાર્તિક 87માં સ્થાન પર પહોંચી ગયો છે. જોકે, આ લિસ્ટમાં એકમાત્ર ભારતીય ઇશાન કિશન ટૉપ 10માં સ્થાન પામી શક્યો છે. હાલમાં ઇશાન કિશન છઠ્ઠા નંબર પર છે.
આઇપીએલથી લઇને દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી ટી20 સીરીઝ સુધી દિનેશ કાર્તિકનુ ટી20માં શાનદાર પ્રદર્શન રહ્યુ છે. તેને નીચલા ક્રમે આવીને દરેક સમયે ટીમની સ્થિતિ પ્રમાણે બેટિંગ કરી છે, જેના કારણે તેને આ મોટો ફાયદો થયો છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 16 વર્ષથી આંતરરાષ્ટ્રીય મેચો રમી રહ્યો છે, પરંતુ હાલમાં દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી પાંચ મેચોની સીરીઝમાં તેને પહેલી વખતે ફિફ્ટી ફટકારી હતી.
આ ઉપરાંત ઇશાન કિશનની વાત કરીએ તો તે હાલમાં આઇસીસી ટી20 રેન્કિંગમાં એકમાત્ર ભારતીય છે, જેને ટૉપ 10માં સ્થાન હાંસલ કર્યો છે, તે 703 પૉઇન્ટ સાથે ન્યૂઝીલેન્ડને ડેવૉન કૉનવેની સાથે સાતમા નંબર પર છે. આ લિસ્ટમાં વિરાટ, રોહિત સહિતના ભારતીયોને સ્થાન નથી મળી શક્યુ.
ઇશાન કિશને દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી ટી20 સીરીઝમાં 41ની એવરેજથી કુલ 206 રન બનાવ્યા હતા. ખાસ વાત છે કે આ લિસ્ટમાં પાકિસ્તાની ક્રિકેટર બાબર આઝમ 818 પૉઇન્ટ સાથે પ્રથમ નંબરે છે.
આ પણ વાંચો......
આવનારા 10 દિવસમાં બદલાશે આ 5 નિયમો, જરૂરી કામ પતાવી લો નહીં તો થઈ શકે છે નુકસાન
Pension Scheme: પેન્શનરો માટે સારા સમાચાર! સરકારે લીધો આ મોટો નિર્ણય, હવે મળશે વિશેષ સુવિધા
LICનો શાનદાર પ્લાન, તમને મળશે પૂરા 28 લાખ રૂપિયા, જાણો કેવી રીતે ફાયદો ઉઠાવી શકશો?
પ્રથમ વખત પિતા સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે જાહ્નવી, એક્ટિંગ કરતા જોવા મળશે બોની કપૂર
Maharashtra Politics: શિવસેનાના ધારાસભ્યોએ અચાનક સુરતની હોટલ કરી ખાલી, જાણો હવે ક્યાં જશે?
IND vs ENG: ઈગ્લેંન્ડમાં રોહિત અને વિરાટે કરી મોટી ભૂલ, BCCI લઈ શકે છે એક્શન