નવી દિલ્હીઃ દુનિયાના સ્ટાર ઓલરાઉન્ડરમાના એક ગણાતા બુસ ટેલરનુ નિધન થઇ ગયુ છે. બુસ ટેલર ન્યૂઝીલેન્ડો જબરદસ્ત ઓલરાઉન્ડ ગણાતો હતો, તેને પોતાની ડેબ્યૂ મેચમાં સદી અને પાંચ વિકેટ લેવાનો જોરદાર રેકોર્ડ નોંધાવ્યો હતો, આ રેકોર્ડ તેને 1965માં ભારત સામે નોંધાવ્યો હતો. બુસ ટેલર ન્યૂઝીલેન્ડ અને દુનિયાનો એકમાત્ર ખેલાડી હતો જેને આ કારનામુ કર્યુ છે.


6ઠ્ઠી ફેબ્રુઆરી 2021ના રોજ ઓલરાન્ડરનુ નિધન થઇ ચૂક્યુ છે. બુસ ટેલરે 1965થી 1973 સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી હતી, અને ન્યૂઝીલેન્ડ તરફથી 30 ટેસ્ટ મેચ અને 2 વનડે મેચો રમી હતી.

(ફાઇલ તસવીર)

ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે બુસ ટેલરેના નિધનની જાણકારી પોતાના ટ્વીટર હેન્ડલ પર આપી, સાથે શ્રદ્ધાંજલિ આપી હતી. ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડ કહ્યું- ન્યૂઝીલેન્ડ ક્રિકેટ (એનજેડીસી)ને 77 વર્ષની ઉંમરમાં ઓલરાઉન્ડર બુસ ટેલરના નિધનનુ ખુબ દુઃખ થયુ છે. અમારી સંવેદનાઓ તેમના પરિવાર અને મિત્રો સાથે છે.



ભારત સામે બનાવ્યો હતો અનોખો રેકોર્ડ....
વર્ષ 1965માં બ્રુસ ટેલરે ભારતમાં કોલકત્તાના ઇડન ગાર્ડન મેદાનમાં ભારત સામે પોતાનું ટેસ્ટ ડેબ્યુ કર્યુ હતુ. અહીં તેને ભારત વિરુદ્ધ 105 રનની કમાલની ઇનિંગ રમી અને આ જ ટેસ્ટમાં તેને 86 રન આપીને 5 વિકેટ પણ ઝડપી હતી. આમ બ્રુસ ટેલર પહેલી જ ટેસ્ટમાં સદી ફટકારનારો અને 5 વિકેટ લેનારો દુનિયાના એકમાત્ર ઓલરાઉન્ડર બની ગયો હતો.