નવી દિલ્હીઃ લીજેન્ડ્સ લીગ ક્રિકેટ 2022ની પહેલી ક્વૉલિફાયરમાં ઇન્ડિયા કેપિટલ્સે ભીલવાડા કિંગ્સને હરાવતા 227 રન ચેજ કર્યા, આ મેચમાં કેટલાય હીરો બન્યા પરંતુ જ્યારે ભીલવાડાની ટીમ બેટિંગ કરવા ઉતરી ત્યારે એક એવી ઘટના ઘટી જેને બધાનુ ધ્યાન ખેંચ્યુ હતુ. આ ઘટનાએ મેચની મજા બગાડી દીધી હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયન ક્રિકેટર મિશેલ જૉનસન અને યુસુફ પઠાણની વચ્ચે સંઘર્ષની ઘટના સામે આવી હતી. 


આ મેચમાં મિશેલ જૉનસને પહેલા તો નાના ભાઇ ઇરફાન પઠાણને ગુસ્સો અપાવ્યો, પરંતુ જ્યારે મોટા ભાઇ યુસુફ પઠામ સાથે પંગો લીધો તો મામલો વધી ગયો હતો. બન્ને ભાઇ પોતાની ટીમ માટે બેટિંગ કરી રહ્યાં હતા, તો મેચની 19મી ઓવરમાં, જૉનસન, જે છેલ્લી ઓવર ફેંકી રહ્યો હતો, તેને યુસુફ પઠાણ સાથે પંગો લઇ લીધો, અને તેને કેટલાક અપશબ્દો કહ્યાં હતા. 


જૉનસન કંઇક બોલી રહ્યો હતો તે દરમિયાન યુસુફ ગિન્નાયો અને જૉનસને ઝઘડી પડ્યો હતો. યુસુફે પહેલા જૉનસનને ધક્કો માર્યો અને પછી જૉનસને પણ યુસુફને ધક્કો મારી દીધો, બન્ને એકબીજાને ધક્કામુક્કી કરવા લાગ્યા હતા. જો વચ્ચે એમ્પાયરો ના પડતાં તો મામલો ગંભીર બની જતો. 






આ ઘટનાનો વીડિયો હાલમાં સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે, ફેન્સ પણ મિશેલ જૉનસનને ટ્રૉલ કરી રહ્યાં છે. જો મેચની વાત કરીએ તો રૉસ ટેલરની 39 બૉલમાં 84 રનોની તોફાની ઇનિંગ નિર્ણાયક સાબિત અને તેને ગૌતમ ગંભીરની ટીમને જીત અપાવી દીધી હતી.


 


Legends League Cricket: મોહમ્મદ કૈફ વિશે ઈરફાન પઠાણે એવું શું કહ્યું કે હવે જાહેરમાં માફી માંગી - 


આ વીડિયો શેર કરતાં મોહમ્મદ કૈફે તેના કેપ્શનમાં સૌરવ ગાંગુલીને ટેગ કરતાં લખ્યું કે, 'ઓલરાઉન્ડર મોહમ્મદ કૈફની ડ્રિફ્ટ, ફ્લાઈટ અને ટર્ન પ્લીઝ જુઓ. દાદા, તમને નથી લાગતું કે તમે તે ચૂકી ગયા?' મોહમ્મદ કૈફનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે.


બીજી તરફ મોહમ્મદ કૈફના આ વીડિયો પર પૂર્વ ભારતીય બોલર ઈરફાન પઠાણે લખ્યું કે, 'તમારી બોલિંગની મજાક ઉડાવવા બદલ હું માફી માગું છું.' મહત્વનું છે કે, આ જ મેચમાં કૈફ અને ઈરફાન પઠાણ ઈન્ડિયા મહારાજા ટીમ તરફથી રમી રહ્યા હતા. જોકે, હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે ઈરફાન પઠાણે કૈફની મજાક ક્યારે ઉડાવી હતી. ઉલ્લેખનીય છે કે, ઈરફાન પઠાણની કોમેન્ટનો જવાબ આપતા મોહમ્મદ કૈફે પણ પુછ્યું છે કે, 'જો કે કહ્યું શું હતું, મેં સાંભળ્યું નહોતું.'