લૉસ એન્જેલિસઃ ભારત સહિત હાલ દુનિયાના મોટાભાગના દેશોમાં લૉકડાઉનની સ્થિતિ છે. અમેરિકામાં કોરોનાએ કહેર વર્તાવ્યા બાદ ટ્રમ્પે પણ ત્યાં ઇમર્જન્સી અને લૉકડાઉન લગાવી દીધુ છે. અમેરિકામાં લૉકડાઉનના કારણે ભારતીય અભિનેત્રી સૌંદર્યા શર્મા ફસાઇ છે અને તેને વતન વાપસી માટે ભારત સરકાર પાસે મદદ માંગી છે.


સૌંદર્યા શર્મા હાલ અમેરિકામાં છે, અને સ્વદેશ વાપસી માટે તેને ભારતીય દુતાવાસ અને વિદેશ મંત્રાલયનો સંપર્ક કર્યો હતો અને કહ્યું હતુ કે, મને ભારત લાવવા માટે મદદ કરો.

ઉલ્લેખનીય છે કે, હાલ કોરોના લૉકડાઉનના કારણે અમેરિકામાંથી 400થી વધુ ભારતીય ફસાયા છે, આ તમામે વાપસી માટે સરકારની મદદ માંગી છે.



સૌંદર્યા શર્માએ કહ્યું કે, આ હાલનો સમય પડકારરૂપ છે. મારી સહાનુભૂતિ દરેક વિદ્યાર્થીઓ સાથે છે. કોઇની પાસે રહેવા માટે ઘર કે યોગ્ય સંસાધનો નથી. મેં ભારતીય દૂતાવાસ અને વિદેશ મંત્રાલયને જાણ કરી છે.

એક્ટ્રેસ સૌંદર્યા શર્મા લી સ્ટ્રેસબર્ગ થિએટર એન્ડ ફિલ્મ ઇન્સ્ટીટ્યૂટના એક્ટિંગ કોર્સમાં ભાગ લેવા માટે લૉસ એન્જેલિસ ગઇ હતી. બાદ લૉકડાઉન થતા ફસાઇ ગઇ હતી. એક્ટ્રેસ રાંચી ડાયરીઝમાં કરી ચૂકી છે.