નવી દિલ્હી: શ્રીલંકામાં લીગ લંકા પ્રીમિયર લીગ 2023 30 જુલાઈથી શરૂ થઈ છે. લીગની બીજી મેચ ગાલે ગ્લેડીયેટર્સ અને દામ્બુલા જાયન્ટ્સ (GT vs DA) વચ્ચે 31મી જુલાઈએ રમાઈ. મેચ દરમિયાન મેદાન પર સાપ નીકળ્યો હતો. સાપને બહાર કરવા માટે થોડીવાર માટે મેચ રોકવી પડી હતી. હવે તેનો વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે.
સાપ નીકળવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે
તમને જણાવી દઈએ કે શ્રીલંકાની ડોમેસ્ટિક ક્રિકેટ લીગ લંકા પ્રીમિયર લીગની બીજી મેચમાં મેદાન પર સાપ નીકળવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. બીજી ઇનિંગ દરમિયાન ચાલુ મેચમાં એક સાપ નિકળ્યો હતો. બાંગ્લાદેશના સ્ટાર ઓલરાઉન્ડર શાકિબ-અલ-હસને સૌપ્રથમ સાપ જોયો હતો. તેણે હાથ વડે સાપ બનાવીને ઈશારો કર્યો, ત્યારબાદ બધાએ સાપને જોયો હતો. વીડિયોમાં અમ્પાયર સાપને મેદાનમાંથી બહાર કરતા જોવા મળે છે.
બાઉન્ડ્રી નજીક સાપ નિકળ્યો હતો
નોંધનીય છે કે આ ઘટના ત્યારે બની જ્યારે દામ્બુલા ટીમ બીજા દાવમાં બેટિંગ કરી રહી હતી. કુસલ પરેરા અને ધનંજય ડી'સિલ્વા ક્રિઝ પર હાજર હતા. બીજા દાવની ચોથી ઇનિંગ્સની રમત સમાપ્ત થઈ, તે જ સમયે મેદાનના એક ભાગમાં બાઉન્ડ્રીની નજીક અચાનક એક સાપ દેખાયો. ભારતીય ટીમના વિકેટ કીપર બેટ્સમેન દિનેશ કાર્તિકે સાપ નીકળવાની ઘટના પર બાંગ્લાદેશને આડે હાથ લીધુ હતું.
ટ્વીટ કરીને દિનેશ કાર્તિકની મજાક ઉડાવી હતી
વાસ્તવમાં, વર્ષ 2018માં નિદાહાસ ટ્રોફી દરમિયાન બાંગ્લાદેશે સેમિફાઇનલમાં શ્રીલંકાને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી. જીત બાદ બાંગ્લાદેશના ખેલાડીઓએ નાગિન ડાન્સ કર્યો હતો. આ ઘટનાને યાદ કરીને દિનેશ કાર્તિકે ટ્વીટ કરીને બાંગ્લાદેશની ટીમ પર કટાક્ષ કર્યો હતો.
હાલમાં સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. લોકો મેદાન પર સાપ નિકળવાની ઘટનાને લઈને સોશિયલ મીડિયા પર પોતાની અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial