LSG vs SRH Score: લખનૌ સુપર જાયન્ટ્સની સતત બીજી જીત, સનરાઇઝર્સ હૈદરાબાદને 5 વિકેટથી હરાવ્યું

IPL 2023માં આજે  લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો છે.

gujarati.abplive.com Last Updated: 07 Apr 2023 11:23 PM
લખનૌની શાનદાર જીત

આ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન એડન માર્કરામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. તેમનો નિર્ણય ખોટો સાબિત થયો. હૈદરાબાદની ટીમ 20 ઓવરમાં આઠ વિકેટે 121 રન જ બનાવી શકી હતી. જવાબમાં લખનૌ સુપર જાયન્ટ્સે 16 ઓવરમાં પાંચ વિકેટે 127 રન બનાવીને મેચ જીતી લીધી હતી.


લખનૌ માટે નિકોલસ પૂરને સિક્સર ફટકારી મેચ પૂરી કરી. તેણે 16મી ઓવરના છેલ્લા બોલ પર નટરાજનને સિક્સર ફટકારી હતી. તે છ બોલમાં 11 રન બનાવીને અણનમ રહ્યો હતો.

લખનૌને પહેલો ફટકો, મેયર્સ આઉટ

લખનૌ સુપર જાયન્ટ્સની પ્રથમ વિકેટ મેયર્સના રૂપમાં પડી હતી. તે 14 બોલમાં 13 રન બનાવીને આઉટ થયો હતો.  લખનૌએ 4.3 ઓવરમાં 35 રન બનાવ્યા છે. હવે દીપક હુડ્ડા બેટિંગ કરવા આવ્યો છે.

લખનૌની ટીમને પ્રથમ ઝટકો લાગ્યો

122 રનના લક્ષ્યાંકનો પીછો કરતા લખનૌ સુપરજાયન્ટ્સે શાનદાર શરુઆત કરી છે. 4.3 ઓવરમાં 1 વિકેટ ગુમાવી 35 રન બનાવી લીધા છે. 

લખનૌને 122 રનનો ટાર્ગેટ

સનરાઇઝર્સ હૈદરાબાદ દ્વારા લખનૌ સુપર જાયન્ટ્સને આસાન ટાર્ગેટ આપવામાં આવ્યો છે. હૈદરાબાદે 20 ઓવરમાં આઠ વિકેટે 121 રન બનાવ્યા હતા. લખનૌને 122 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે.  રાહુલ ત્રિપાઠીએ 41 બોલમાં સૌથી વધુ 35 રન બનાવ્યા હતા. અનમોલપ્રીત સિંહે 26 બોલમાં 31 રન બનાવ્યા હતા. અબ્દુલ સમદ 10 બોલમાં 21 રન બનાવીને અણનમ રહ્યો હતો. વોશિંગ્ટન સુંદરે 28 બોલમાં 16 રન બનાવ્યા હતા. કૃણાલ પંડ્યાએ 3 વિકેટ ઝડપી હતી. 

સનરાઇઝર્સને ચોથો ઝટકો લાગ્યો

 


રવિ બિશ્નોઈએ સનરાઈઝર્સ હૈદરાબાદને ચોથો ઝટકો આપ્યો હતો. તેણે હેરી બ્રુકને નવમી ઓવરના છેલ્લા બોલ પર આઉટ કર્યો હતો. તે ચાર બોલમાં માત્ર ત્રણ રન જ બનાવી શક્યો હતો. સનરાઇઝર્સે નવ ઓવરમાં ચાર વિકેટે 55 રન બનાવ્યા છે.

પાવરપ્લેમાં સનરાઇઝર્સે 43 રન બનાવ્યા

સનરાઇઝર્સ હૈદરાબાદે છ ઓવરમાં એક વિકેટે 43 રન બનાવ્યા છે. અનમોલપ્રીત સિંહ 21 બોલમાં 27 અને રાહુલ ત્રિપાઠી આઠ બોલમાં સાત રન બનાવીને રમતમાં છે. 

સનરાઇઝર્સને મોટો ઝટકો

સનરાઇઝર્સ હૈદરાબાદને પહેલો ફટકો મયંક અગ્રવાલના રૂપમાં લાગ્યો હતો. તેને કૃણાલ પંડ્યાએ આઉટ કર્યો હતો. સાત બોલમાં આઠ રન બનાવી આઉટ થયો.  સનરાઇઝર્સે ત્રણ ઓવરમાં એક વિકેટે 21 રન બનાવ્યા છે. અનમોલપ્રીત સિંહ અને રાહુલ ત્રિપાઠી ક્રિઝ પર છે.

લખનૌ સુપર જાયન્ટ્સ

લખનૌ સુપર જાયન્ટ્સ- કેએલ રાહુલ, કાયલ મેયર્સ, દીપક હુડા, માર્કસ સ્ટોઈનિસ, નિકોલસ પૂરન, રોમારિયો શેફર્ડ, કૃણાલ પંડ્યા, અમિત મિશ્રા, યશ ઠાકુર, જયદેવ ઉનડકટ, રવિ બિશ્નોઈ. 

સનરાઈઝર્સ હૈદરાબાદ પ્લેઈંગ ઈલેવન

સનરાઈઝર્સ હૈદરાબાદ પ્લેઈંગ ઈલેવન: મયંક અગ્રવાલ, અનમોલપ્રીત સિંહ (WK), રાહુલ ત્રિપાઠી, એડન માર્કરામ (C), હેરી બ્રુક, વોશિંગ્ટન સુંદર, અબ્દુલ સમદ, ભુવનેશ્વર કુમાર, ટી નટરાજન, ઉમરાન મલિક, આદિલ રશીદ

હૈદરાબાદે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય

સનરાઇઝર્સ હૈદરાબાદે લખનૌ સુપર જાયન્ટ્સ સામે રમાયેલી મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. હોમ ગ્રાઉન્ડ પર રમી રહેલી લખનૌની ટીમ પહેલા બોલિંગ માટે મેદાન પર ઉતરશે. 

બ્રેકગ્રાઉન્ડ

IPL 2023 LSG vs SRH Live Score:  IPL 2023માં આજે  લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો છે. લખનઉના અટલ બિહારી વાજપેયી એકના ક્રિકેટ સ્ટેડિયમમાં બંને ટીમો આમને-સામને થશે. આ પહેલા બંને ટીમો વચ્ચે માત્ર એક જ મેચ રમાઈ છે. IPL 2022માં રમાયેલી આ મેચમાં લખનઉની ટીમે હૈદરાબાદને 12 રને હરાવ્યું હતું. 


આઈપીએલની આ સીઝનમાં અત્યાર સુધી જ્યાં અન્ય પીચો પર ટોસ જીતનારી ટીમ પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કરી રહી છે, લખનઉમાં તેનાથી વિપરીત થઈ શકે છે. ટોસ જીત્યા બાદ પહેલા બેટિંગ કરવી અહીં ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ મેદાન પર અત્યાર સુધી રમાયેલી 31 T20 મેચોમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમ 17 વખત જીતી છે. ફાસ્ટ બોલરો કરતાં સ્પિનરો અહીં વધુ અસરકારક છે. આ મેદાન પર ઝડપી બોલરોનો ઈકોનોમી રેટ 7.87 છે જ્યારે સ્પિનરોનો ઈકોનોમી રેટ 6.49 છે.


બંને ટીમોની લાઇન-અપ પર નજર કરીએ તો સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ થોડી મજબૂત લાગી રહી છે. SRH પાસે બેટિંગ, સ્પિન અને ફાસ્ટ બોલિંગ અને ઓલરાઉન્ડરનું વધુ સારું સંતુલન છે. જો કે છેલ્લી મેચમાં આ ટીમને ખરાબ રીતે હારનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ, લખનઉ પણ શાનદાર ટીમ છે અને આ ટીમે પણ છેલ્લી બે મેચમાં શાનદાર રમત બતાવી છે. આવી સ્થિતિમાં આ મેચમાં કોણ પ્રભુત્વ જમાવશે તે કહેવું મુશ્કેલ છે. આ મેચમાં જોરદાર ટક્કર જોવા મળશે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.