મહારાષ્ટ્ર સરકારનુ કહેવુ છે કે, રાજ્યમાં કોરોના વાયરસના ભયના કારણે અને વધુ ફેલાઇ ના તે માટે IPLની મેચો બંધ બારણે થવી જોઇએ. મહારાષ્ટ્ર સરકારે કહ્યુ કે રાજ્યમાં IPLની મેચો માટે ટિકીટ નહીં વેચવામાં આવે અને મેચો દર્શકે વિના જ રમાડવામાં આવે. જેથી કોરોનાની અસરને રોકી શકાય. ઉલ્લેખનીય છે કે આ પહેલા કર્ણાટક સરકારે પણ પોતાના રાજ્યમાં IPLની મેચ રમાડવાની ના પાડી દીધી હતી, અને કેન્દ્ર સરકારને પત્ર પણ લખ્યો હતો.
ખાસ વાત છે કે, મહારાષ્ટ્રમાં આઇપીએલની એક મુખ્ય ફ્રેન્ચાઇઝી મુંબઇ ઇન્ડિયન્સની 7 મેચો મુંબઇ શહેરમાં રમાવવાની છે. ઉપરાંત આઇપીએલ 2020ની ફાઇનલ મેચ પણ મુંબઇમાં આયોજિત થવાની છે.
ઉલ્લેખનીય છે કે, કોરોનાની અસર મહારાષ્ટ્રમાં પણ છે, મંગળવારે સરકારે રાજ્યમાં કોરોનાના 5 પૉઝિટીવ કેસ હોવાની પુષ્ટી કરી હતી. ભારતમાં હાલ કોરોના સંક્રમિત લોકોની સંખ્યા વધીને 74એ પહોંચી ગઇ છે.