IND vs AUS 1st ODI Match Preview: ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે ત્રણ મેચોની વનડે સીરીઝ આવતીકાલથી એટલે કે 17 માર્ચથી શરૂ થઇ રહી છે. પહેલી મેચ મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. રોહિત શર્માની ગેરહાજરીમાં પ્રથમ વનડેમાં હાર્દિક પડ્યા ટીમ ઇન્ડિયાની કેપ્ટનશીપ કરશે. વળી, પેટ કમિન્સની ગેરહાજરીમાં કાંગારુ ટીમની કમાન અનુભવી બેટ્સમેન સ્ટીવ સ્મિથને સોંપવામાં આવી છે. જાણો અહીં પ્રથમ મેચ માટેનો ખાસ પ્રિવ્યૂ.... 


વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો પહેલા પણ 4 વાર આમને સામને ટકરાઇ ચૂકી છે. જેમાં ત્રણ વાર કાંગારુ ટીમે બાજી મારી છે, એટલે કે આ મેદાન પર ટીમ ઇન્ડિયાની સરખામણીમાં કાંગારુ ટીમનો રેકોર્ડ જબરદસ્ત છે. ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે ભારતીય મેદાનો પર છેલ્લા 10 મેચોમાં ટક્કર બરાબરની રહી છે, એટલે કે 5 મેચો ભારતે જીતી છે, તો 5 મેચો ઓસ્ટ્રેલિયાના નામે રહી છે. એટલે કહી શકાય છે કે વનડે ફોર્મેટમાં ભારતીય ટીમને એટલો બધો ફાયદો નથી થઇ શક્યો. 


ઓસ્ટ્રેલિયાની પાસે વનડે સ્ક્વૉડમાં એકથી એક ચઢિયાતો ખેલાડી છે, અને આ ખેલાડીઓને IPLમાં ભારતીય મેદાનો પર સફેદ બૉલથી રમવાનો સારો અનુભવ છે. આવામાં ઓસ્ટ્રેલિયા આ મેચ માટે થોડી કમજોર દેખાઇ રહી છે. વળી, ભારતીય ટીમમાં પણ વનડે ફોર્મેટમાં દમદાર ખેલાડીઓ છે. શુભમન ગીલ, સૂર્યકુમાર યાદવ, ઇશાન કિશન અને મોહમ્મદ સિરાજ પોતાના શાનદાર ફોર્મમાં છે. આવામાં ત્રણેય મેચોની વનડે સીરીઝની આ પહેલી મેચ કોઇપણ ટીમના પક્ષમાં જઇ શકે છે. 


કેવી છે વાનખેડેની પીચ ?
વાનખેડેની પીચ સામાન્ય રીતે ફ્લેટ જ રહી છે, એટલે કે અહીં બેટ્સમેનોને સારી મદદ મળે છે. ઓક્ટોબર, 2015 માં આ મેદાન પર દક્ષિણ આફ્રિકાએ 438 રનનો વિશાળ સ્કૉર બનાવ્યો હતો. જોકે 22 મેચોમાં અહીં માત્ર બે જ વાર 300 નો આંકડો પાર થયો છે. અહીં રમાયેલી 22 વનડે મેચોમાં 10 વાર પછીથી અને 12 વાર પહેલા બેટિંગ કરનારી ટીમને જીત મળી છે. સામાન્ય રીતે અહીં શરૂઆતમાં બૉલરો માટે થોડી મદદ મળે છે, પરંતુ ધીમે ધીમે આ પીચ બેટિંગ માટે અનુકુળ મનાય છે. 


 


ભારત vs ઓસ્ટ્રેલિયા વન-ડે શ્રેણી


પ્રથમ મેચ - 17 માર્ચ, શુક્રવાર, મુંબઈ


બીજી મેચ - 19 માર્ચ, રવિવાર, વિશાખાપટ્ટનમ


ત્રીજી મેચ - 22 માર્ચ, બુધવાર, ચેન્નઈ


આ શ્રેણી 17 માર્ચથી શરૂ થશે


ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 17 માર્ચથી રમાનારી ત્રણ વનડે મેચોની શરૂઆત થશે. શ્રેણીની પ્રથમ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. જ્યારે વનડે શ્રેણીની બીજી મેચ 19 માર્ચે વિશાખાપટ્ટનમમાં રમાશે. અને ત્રીજી અને અંતિમ મેચ 22 માર્ચે ચેન્નઈમાં રમાશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાતી તમામ ODI મેચો ભારતીય સમય અનુસાર બપોરે 1.30 વાગ્યે શરૂ થશે.


ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી તમામ ODI મેચોના રેકોર્ડ પર નજર કરીએ તો ટીમ ઈન્ડિયા પર કાંગારૂઓ ભારે છે. બંને દેશો વચ્ચે અત્યાર સુધીમાં 143 મેચ રમાઈ છે. આ દરમિયાન ઓસ્ટ્રેલિયાએ 80 મેચ જીતી છે અને ભારતે 53 મેચ જીતી છે. જ્યારે 10 ODI મેચમાં કોઈ પરિણામ આવ્યું નથી.


ભારતની વનડે ટીમઃ


રોહિત શર્મા (કેપ્ટન), યુઝવેન્દ્ર ચહલ, ઈશાન કિશન, શ્રેયસ ઐયર, રવિન્દ્ર જાડેજા, વિરાટ કોહલી, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, કેએલ રાહુલ, શુભમન ગિલ, શાર્દુલ ઠાકુર, ઉમરાન મલિક, જયદેવ ઉનડકટ, વોશિંગ્ટન સુંદર, સૂર્યકુમાર યાદવ.


ઓસ્ટ્રેલિયા વનડે ટીમ


 પેટ કમિન્સ (કેપ્ટન), સીન એબોટ, એશ્ટન અગર, એલેક્સ કેરી, નાથન એલિસ, કેમરૂન ગ્રીન, ટ્રેવિસ હેડ, જોસ ઈંગ્લિસ, માર્નસ લાબુશેન, મિચેલ માર્શ, ગ્લેન મેક્સવેલ, સ્ટીવ સ્મિથ, મિચેલ સ્ટાર્ક, માર્ક સ્ટોઈનિસ, ડેવિડ વોર્નર, એડમ ઝમ્પા.