IPL 2024 GT vs KKR Match Highlights: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 સિઝનમાં, ગુજરાત ટાઇટન્સ (GT) અને કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) વચ્ચે સોમવારે (13 મે) ના રોજ મેચ યોજાવાની હતી, જે રદ કરવામાં આવી હતી. વરસાદ આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાવાની હતી, પરંતુ વરસાદના કારણે ટોસ થઈ શક્યો ન હતો. નોંધનિય છે કે આજે અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. 


 






કોલકાતાની ટીમે પહેલા જ પ્લેઓફમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે


મેચ ધોવાઈ ગયા બાદ શુભમન ગીલની કપ્તાનીવાળી ગુજરાતની ટીમની આશાઓ પર પાણી ફરી વળ્યું હતું. ખરેખર, આ ટીમ હવે પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે. તેના માટે આ કરો યા મરો હરીફાઈ હતી. ગુજરાતે અત્યાર સુધી 13માંથી 5 મેચ જીતી છે અને 7માં હારનો સામનો કરવો પડ્યો છે. આ એક મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. આ રીતે ગુજરાતની આ ટીમ 11 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં 8માં નંબર પર છે. બીજી તરફ, શ્રેયસ અય્યરની કપ્તાનીવાળી કોલકાતાની ટીમે પહેલા જ પ્લેઓફમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. તેણે અત્યાર સુધી 13માંથી 9 મેચ જીતી છે. તેણે 3 મેચ હારી છે અને એક વરસાદમાં ધોવાઈ ગઈ. KKR 19 પોઈન્ટ સાથે ટોપ પર છે.


 






ગુજરાતની ટીમ 2022માં IPLમાં પ્રવેશી છે. આ તેની માત્ર ત્રીજી સીઝન છે. ત્યારથી અત્યાર સુધીમાં ગુજરાત અને કોલકાતા વચ્ચે 4 મેચ રમાઈ છે. આ દરમિયાન ગુજરાતે 2 મેચ જીતી હતી. જ્યારે કોલકાતાએ માત્ર 1 મેચ જીતી છે. આ મેચ વરસાદથી ધોવાઈ ગઈ. આ સિઝનમાં આ બંને ટીમો વચ્ચે આ પ્રથમ ટક્કર હતી, જે થઈ શકી નથી.


કોલકાતા Vs ગુજરાત હેડ-ટુ-હેડ


કુલ મેચો: 4


ગુજરાત જીત્યું: 2


કોલકાતા જીત્યું: 1


કોઈ પરિણામ નહીં: 1