Team India New Jersey T20 WC 2024:  ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(BCCI)એ ટીમ ઈન્ડિયાની નવી T20 જર્સીનો વીડિયો શેર કર્યો છે. BCCI સેક્રેટરી જય શાહ અને કેપ્ટન રોહિત શર્મા (Rohit SHarma) નવી જર્સી સાથે જોવા મળ્યા હતા. રોહિતે નવી જર્સી પર ઓટોગ્રાફ પણ આપ્યો હતો. રસપ્રદ વાત એ છે કે નવી ટી20 જર્સી પહેલેથી જ આવી ગઈ હતી. પરંતુ વીડિયોમાં બીજી જર્સી જોવા મળી હતી. આ ટીમ ઈન્ડિયાની ટ્રેનિંગ કિટનો ભાગ બની શકે છે.

 

 





વાસ્તવમાં BCCIએ X પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં જય શાહ અને રોહિત ટીમ ઈન્ડિયાની નવી T20 જર્સી રજૂ કરતા જોવા મળી રહ્યા છે. રસપ્રદ વાત એ છે કે નવી T20 જર્સીની સાથે બીજી જર્સી પણ જોવા મળી હતી. તે વાદળી રંગની છે. પરંતુ તેની બંને બાજુએ પીળા અને કાળા રંગની ડિઝાઇનર પટ્ટાઓ પણ છે. ટીમ ઈન્ડિયાની નવી જર્સીનો વીડિયો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શૂટ કરવામાં આવ્યો છે.

 

નોંધનીય છે કે ટી20 વર્લ્ડ કપ 2024માં ટીમ ઈન્ડિયાની પ્રથમ મેચ આયર્લેન્ડ સામે છે. આ મેચ 5 જૂને રમાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 9 જૂને મેચ રમાશે. BCCIએ આ ટૂર્નામેન્ટ માટે ટીમમાં અનુભવી ખેલાડીઓની સાથે નવા ખેલાડીઓને પણ સ્થાન આપ્યું છે. યશસ્વી જયસ્વાલ, શિવમ દુબે અને અર્શદીપ સિંહ ટીમનો ભાગ છે.

 

ટી20 વર્લ્ડ કપ 2024 માટે ભારતીય ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત (વિકી), સંજુ સેમસન (વિકી), શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ

 


2024 T20 વર્લ્ડ કપ માટે ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન - રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ/યુઝવેન્દ્ર ચહલ, મોહમ્મદ સિરાજ અને જસપ્રીત બુમરાહ.