T20 WC 2022 Fixtures: ટી20 વર્લ્ડકપ 2022 (T20 WC 2022)માં આજે બે મેચો રમાઇ રહી છે, પહેલી મેચમાં ઇંગ્લેન્ડ (England) ની ટક્કર આયરેલન્ડ (Ireland) સામે થશે. આ મેચ મેલબૉર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) પર સવારે 9.30 વાગ્યાથી રમાશે. વળી, બીજી મેચમાં ન્યૂઝીલેન્ડ સામે અફઘાનિસ્તાન (NZ vs AFG) આવશે. આ મેચ પણ મેલબૉર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર જ રમાશે. બપોરે 1.30 વાગે આ મેચ શરૂ થશે.
ઇંગ્લેન્ડ વિરુદ્ધ આયરલેન્ડ -
ઇંગ્લેન્ડની ટીમ હાલના સમયમાં ગજબના ફોર્મમાં છે. તેને પોતાની છેલ્લી પાંચ ટી20 મેચો જીતી છે. આમાં ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન જેવી ટીમોને આપવામા આવેલી હાર પણ સામેલ છે. ટીમની બેટિંગ અને ફાસ્ટ તથા સ્પીન બૉલિંગ બહુજ સારી અને સંતુલનમા છે. ટીમ માટે સારી વાત એ છે કે હાલમાં તમામ ખેલાડીઓ લયમાં છે. વળી, આયરલેન્ડની ટીમ ઇંગ્લેન્ડની સામે કમજોર દેખાઇ રહી છે. જોકે આ વર્લ્ડકપમાં અત્યાર સુધી આયરલેન્ડનુ પ્રદર્શન ખુબ સારુ રહ્યુ છે. ફર્સ્ટ રાઉન્ડમાં આ ટીમે વેસ્ટ ઇન્ડિઝને 9 વિકેટથી માત આપી હતી.
ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ અફઘાનિસ્તાન -
ન્યૂઝીલેન્ડે સુપર 12 રાઉન્ડની ઓપનિંગ મેચમાં ઓસ્ટ્રેલિયાને 89 રનથી કરારી હાર આપી હતી.આ ધમાકેદાર જીત બાદ ટીમ જબરદસ્ત લય અને મનોબળ સાથે વર્લ્ડકપ રમી રહી છે. ટીમના ઓપનિંગ બેટ્સમેન ફિન એલન હાલમાં ખુબ જ તાબડતોડ બેટિંગ કરી રહ્યો છે. વળી, અફઘાનિસ્તાનની વાત કરીએ તો ટીમ પોતાની પહેલી મેચ જ હારી ચૂકી છે. અફઘાનિસ્તાન લયમાં નથી, આ ટીમે છેલ્લી ચારેય મેચો હારી છે, એશિયા કપ 2022માં પણ ટીમે કંઇક ખાસ પ્રદર્શન ન હતુ કર્યુ. આવામાં આ મેચમાં ન્યૂઝીલેન્ડનુ પલડુ ભારે છે.
T20 WC 2022 Points Table: આ ચાર ટીમો સુપર-12માં ટોપ પર ચાલી રહી છે, જુઓ પોઈન્ટ ટેબલ -
T20 WC 2022: T20 વર્લ્ડ કપ 2022 (T20 WC 2022) ના સુપર-12 રાઉન્ડની ટીમોને બે જૂથોમાં વહેંચવામાં આવી છે. ગ્રુપ 1માં ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, આયર્લેન્ડ, ન્યુઝીલેન્ડ, શ્રીલંકા અને અફઘાનિસ્તાન છે. તો ગ્રુપ 2માં ભારત, પાકિસ્તાન, ઝિમ્બાબ્વે, દક્ષિણ આફ્રિકા, બાંગ્લાદેશ અને નેધરલેન્ડ હાજર છે. આ રાઉન્ડમાં દરેક ટીમ પોતાના ગ્રુપની અન્ય પાંચ ટીમો સામે એક મેચ રમશે. દરેક ગ્રુપમાંથી ટોપ 2 ટીમો આગળના રાઉન્ડમાં જશે. એટલે કે, સુપર-12 રાઉન્ડ બાદ ચાર ટીમો સેમિફાઇનલમાં પ્રવેશ કરશે અને બાકીની 8 ટીમોએ સ્વદેશ પરત ફરવું પડશે.
ગ્રુપ-1 પોઈન્ટ ટેબલઃ ગ્રુપ-1માં ન્યુઝીલેન્ડ નંબર-1 પર અને ઈંગ્લેન્ડ નંબર-2 પર છે. કીવી ટીમે સુપર-12ની ઓપનિંગ મેચમાં યજમાન ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. બીજી તરફ ઈંગ્લેન્ડે અફઘાનિસ્તાનને મોટા અંતરથી હરાવ્યું હતું. અહીં યજમાન ઓસ્ટ્રેલિયા ચોથા સ્થાને છે.
ગ્રુપ-2 પોઈન્ટ ટેબલઃ ગ્રુપ-2માં બાંગ્લાદેશ પ્રથમ સ્થાને છે. બાંગ્લાદેશની ટીમે તેની પ્રથમ મેચમાં નેધરલેન્ડને હરાવ્યું હતું. અહીં ભારતીય ટીમ બીજા નંબર પર છે. ભારતે રોમાંચક મેચમાં પાકિસ્તાનને હરાવ્યું હતું.