Team India: ભારતીય ટીમ હાલના સમયે સિડનીમાં છે, અહીં તે પોતાની નેક્સ્ટ મેચની તૈયારી કરી રહી છે. આ બધાની વચ્ચે એક સમાચાર સામે આવ્યા છે, જે ખુબ ચિંતાજનક છે. અહીં સિડનીમાં ટીમ ઇન્ડિયામાં ખાવાનુ (Food In Sydney) બરાબર ના મળતા, ટીમે આઇસીસીને આ અંગે ફરિયાદ કરી દીધી છે. એટલુ જ નહીં ટીમ ઇન્ડિયાએ અહીં પ્રેક્ટિસ સેશનમાં (Team India's Practice Session) માં પણ ભાગ ન હતો લીધો. આનુ કારણ પ્રેક્ટિસ સેશન ટીમના સ્થળથી ખુબ દુર હોવાનુ કહેવામાં આવી રહ્યું છે.  


BCCIના એક સુત્રએ બતાવ્યુ- ભારતીય ટીમને જે ખાવાનુ મળ્યુ છે, તે સારુ ન હતુ. ત્યાં માત્ર સેન્ડવિચ આપવામા આવી રહી હતી, પ્રેક્ટિસ સેશન બાદ આપવામા આવેલું આ ખાવાનુ ઠંડુ પણ હતુ. ICC ને અંગે બતાવી દેવામાં આવ્યુ છે. ટી20 વર્લ્ડકપ 2022 દરમિયાન ખેલાડીઓ અને સ્ટાફના ખાવાની વ્યવસ્થા ICC ને કરી રહ્યા છે, જોકે દ્વિપક્ષીય સીરીઝમાં યજમાન દેશના ક્રિકેટ બોર્ડ પર ખાવા પીવાની જવાબદારી હોય છે. 


BCCI સુત્રએ એ પણ બતાવ્યુ ખે ટીમ ઇન્ડિયા હવે પ્રેક્ટિસ સેશનમાં પણ ભાગ નથી લઇ રહી. સુત્રએ બતાવ્યુ કે, સિડનીના બહારના વિસ્તારમાં આવેલી બ્લેકટાઉનમાં ટીમ ઇન્ડિયાનુ પ્રેક્ટિસ વેન્યૂ રાખવામા આવ્યુ છે. ખેલાડીઓ જે હૉટલમાં રોકાયા છે, ત્યાંથી ત્યાં સુધી પહોંચવામાં 45 મિનીટનો સમય લાગી રહ્યો છે, આવામાં ખેલાડીઓએ પ્રેક્ટિસ સેશનમાં જવાની ચોખ્ખી ના પાડી દીધી છે. 


 


ભારતીયી ટીમ - રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક (વિકેટકીપર), અક્ષર પટેલ, હર્ષલ પટેલ, ભુવનેશ્વર કુમાર, યુજવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ.


નેધરલેન્ડ્સ ટીમ - સ્ટેફન માયબર્ગ, મેક્સ ઓડૉડ, વિક્રમાજીત સિંહ, બાસ ડે લીડે, ટૉમ કૂપર, સ્કૉટ એડવર્ડ્સ (કેપ્ટન, વિકેટકીપર), રોલૉફ વાન ડેર મર્વ, ટિમ વાન ડેર ગુટેન, શારીઝ અહેમદ, ફ્રેદ ક્લાસેન, બ્રેન્ડન ગ્લેવર.


T20 WC 2022 Points Table: આ ચાર ટીમો સુપર-12માં ટોપ પર ચાલી રહી છે, જુઓ પોઈન્ટ ટેબલ -


T20 WC 2022: T20 વર્લ્ડ કપ 2022 (T20 WC 2022) ના સુપર-12 રાઉન્ડની ટીમોને બે જૂથોમાં વહેંચવામાં આવી છે. ગ્રુપ 1માં ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, આયર્લેન્ડ, ન્યુઝીલેન્ડ, શ્રીલંકા અને અફઘાનિસ્તાન છે. તો ગ્રુપ 2માં ભારત, પાકિસ્તાન, ઝિમ્બાબ્વે, દક્ષિણ આફ્રિકા, બાંગ્લાદેશ અને નેધરલેન્ડ હાજર છે. આ રાઉન્ડમાં દરેક ટીમ પોતાના ગ્રુપની અન્ય પાંચ ટીમો સામે એક મેચ રમશે. દરેક ગ્રુપમાંથી ટોપ 2 ટીમો આગળના રાઉન્ડમાં જશે. એટલે કે, સુપર-12 રાઉન્ડ બાદ ચાર ટીમો સેમિફાઇનલમાં પ્રવેશ કરશે અને બાકીની 8 ટીમોએ સ્વદેશ પરત ફરવું પડશે.


ગ્રુપ-1 પોઈન્ટ ટેબલઃ ગ્રુપ-1માં ન્યુઝીલેન્ડ નંબર-1 પર અને ઈંગ્લેન્ડ નંબર-2 પર છે. કીવી ટીમે સુપર-12ની ઓપનિંગ મેચમાં યજમાન ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. બીજી તરફ ઈંગ્લેન્ડે અફઘાનિસ્તાનને મોટા અંતરથી હરાવ્યું હતું. અહીં યજમાન ઓસ્ટ્રેલિયા ચોથા સ્થાને છે.


ગ્રુપ-2 પોઈન્ટ ટેબલઃ ગ્રુપ-2માં બાંગ્લાદેશ પ્રથમ સ્થાને છે. બાંગ્લાદેશની ટીમે તેની પ્રથમ મેચમાં નેધરલેન્ડને હરાવ્યું હતું. અહીં ભારતીય ટીમ બીજા નંબર પર છે. ભારતે રોમાંચક મેચમાં પાકિસ્તાનને હરાવ્યું હતું.