Mayank Agarwal Team India Test Captain Rohit Sharma COVID19 Positive: ટીમ ઈન્ડિયા હાલ ઈંગ્લેન્ડમાં છે અને આ પ્રવાસ દરમિયાન એક ટેસ્ટ મેચ રમશે જેની શરુઆત 1 જુલાઈથી થઈ રહી છે. આ પહેલાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા ગઈકાલે કોરોના પોઝિટીવ આવ્યો હતો. રોહિત શર્મા કોરોના પોઝિટીવ આવતાં ભારતને મોટો ફટકો લાગ્યો છે. ત્યારે આજે BCCIએ રોહિત શર્માની જગ્યાએ મયંક અગ્રવાલને ઈંગ્લેન્ડ સામે રમાનારી ટેસ્ટ મેચમાં સ્થાન આપ્યું છે. મયંક અગ્રવાલને રોહિત શર્માના કવર તરીકે ટીમમાં જગ્યા આપવામાં આવી છે.
BCCIએ ટ્વીટ કરી જાહેરાત કરીઃ
મયંક અગ્રવાલનું અત્યાર સુધીનું પ્રદર્શન પ્રભાવી રહ્યું છે. આ જ કારણથી ટીમ મેનેજમેન્ટે મયંક પર ભરોસો બતાવતાં તેને બર્મિંઘમ બોલાવ્યો છે. મયંક બર્મિંઘમ જવા નિકળી ચુક્યો છે અને જલ્દી જ ટીમ ઈન્ડિયામાં જોડાઈ જશે. BCCIએ આજે ટ્વીટ કરીને આ મયંક અગ્રવાલને ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમમાં સ્થાન આપવાની જાહેરાત કરી હતી. ટીમ ઈન્ડિયા 1 જુલાઈથી બર્મિંઘમમાં ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ મેચ રમશે. આ એક ટેસ્ટ મેચ બાદ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 3 મેચોની વન ડે સીરીઝ અને 3 મેચોની ટી 20 સીરીઝ રમાનાર છે.
મયંક અગ્રવાલનું શાનદાર પ્રદર્શનઃ
ઉલ્લેખનીય છે કે, મયંકે અત્યાર સુધી ટીમ ઈન્ડિયા માટે 21 ટેસ્ટ મેચ રમી છે. આ દરમિયાન મયંકે 36 મેચ રમીને 1488 રન બનાવ્યા છે. મયંકે આ ફોર્મેટમાં 4 સદી અને 6 અડધી સદી ફટકારી છે. મંયકનો ટેસ્ટ મેચમાં અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ સ્કોર 243 રન ચે. મયંકે લીસ્ટ A અને ફર્સ્ટ ક્લાસ મેચોમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. મયંકે ફર્સ્ટ ક્લાસ મેચોમાં 5707 રન બનાવ્યા છે. અને આ ફોર્મેટમાં મયંક અગ્રવાલે 12 સદી પણ ફટકારી છે.