IPL 2024: ઈન્ડિયન પ્રીમિયર લીગ શરૂ થયાને માત્ર 2 અઠવાડિયા જ થયા છે, પરંતુ આટલા ઓછા સમયમાં ઘણા નવા અને પ્રતિભાશાળી ખેલાડીઓ સામે આવ્યા છે. કેટલાક સિક્સરનો વરસાદ કરી રહ્યા છે તો કેટલાકે પોતાની ધારદાર બોલિંગથી બેટ્સમેનોના મનમાં ડર ઉભો કર્યો છે. IPL 2024માં હજુ 20 મેચો પણ નથી, પરંતુ ભારતને મયંક યાદવ અને અંગક્રીશ રઘુવંશીના રૂપમાં બે પ્રતિભાશાળી ભાવિ સ્ટાર્સ મળ્યા છે. આ સિઝનમાં રિયાન પરાગ અને અભિષેક શર્મા સહિત ઘણા ભારતીય ખેલાડીઓ સારું રમી રહ્યા છે, પરંતુ મયંક યાદવ અને અંગક્રિશ રઘુવંશીએ અત્યાર સુધી સૌથી વધુ નામ કમાયા છે.
મયંક યાદવે પોતાની બોલિંગથી ધૂમ મચાવી
મયંક યાદવને IPL 2023માં લખનૌ સુપર જાયન્ટ્સે 20 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો, પરંતુ તેને 2024માં ડેબ્યૂ કરવાની તક મળી હતી. તેણે IPL 2024માં તેની પ્રથમ મેચ પંજાબ કિંગ્સ સામે રમી હતી, જેમાં તેણે 4 ઓવરમાં માત્ર 27 રન આપીને 3 મોટી વિકેટ લીધી હતી. તે મેચમાં તેણે 155.8 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંકીને બધાને ચોંકાવી દીધા હતા.
તેની ઘાતક હવે બંઘ થવાની નથી, કારણ કે RCB સામેની તેની આગામી મેચમાં તેણે 156.7 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરી હતી. જોની બેરસ્ટો, ગ્લેન મેક્સવેલ અને કેમેરોન ગ્રીન જેવા આંતરરાષ્ટ્રીય બેટ્સમેન પણ તેની બોલિંગ સામે નિષ્ફળ રહ્યા છે. તેણે આરસીબી સામે 3 મોટી વિકેટ પણ લીધી હતી. મયંક અત્યાર સુધી 2 મેચમાં 6 વિકેટ લઈને IPL 2024માં પર્પલ કેપની રેસમાં સામેલ થઈ ગયો છે.
અંગક્રિશ રઘુવંશીનો પાવરફુલ શો
અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ 2022માં ભારતીય ટીમ માટે સૌથી વધુ રન બનાવનાર અંગક્રિશ રઘુવંશીને IPL 2024ની હરાજીમાં KKR દ્વારા 20 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. તેને 3 એપ્રિલે કોલકાતા નાઈટ રાઈડર્સ વિરુદ્ધ દિલ્હી કેપિટલ્સ મેચમાં ડેબ્યૂ કરવાની તક મળી. તે મેચમાં રઘુવંશીએ માત્ર 27 બોલમાં 54 રનની શાનદાર ઇનિંગ રમી હતી, જેમાં તેના બેટમાંથી 5 ફોર અને 3 ગગનચુંબી છગ્ગા પણ આવ્યા હતા. તે મેચમાં તેણે સુનીલ નરેન સાથે 104 રનની ભાગીદારી કરીને પોતાના ઉજ્જવળ ભવિષ્યનો પાયો નાખ્યો હતો.
કોણ છે અંગક્રિશ રઘુવંશી?
અંગક્રિશ રઘુવંશીનો જન્મ 5 જૂન, 2005ના રોજ દિલ્હીમાં થયો હતો. તે બેટિંગમાં તેના આક્રમક અભિગમ અને ડાબા હાથથી બોલિંગમાં યોગદાન આપવાની ક્ષમતાથી પોતાનું નામ બનાવી રહ્યો છે
દિલ્હીમાં જન્મ, મુંબઈમાં ચમક્યો
સામાન્ય રીતે લોકો બોલિવૂડમાં કરિયર બનાવવા માટે મુંબઈ આવે છે, પરંતુ દિલ્હીમાં જન્મેલા અંગક્રિશ રઘુવંશી જ્યારે પહેલીવાર મુંબઈ પહોંચ્યા ત્યારે તેમની ઉંમર માત્ર 11 વર્ષની હતી. ભૂતપૂર્વ ભારતીય ઓલરાઉન્ડર અભિષેક નાયરે તેને તાલીમ આપવાનું શરૂ કર્યું. માત્ર 17 વર્ષીય અંગક્રિશે અમદાવાદમાં યોજાયેલી અંડર-19 વિનુ માંકડ ટ્રોફીની ચાર મેચમાં બે અડધી સદી સાથે કુલ 214 રન બનાવીને પસંદગીકારોનું ધ્યાન ખેંચ્યું હતું.