Cricket Rules: 1 ઓક્ટોબરથી ક્રિકેટના કેટલાક નિયમો બદલાઈ શકે છે. મેલબોર્ન ક્રિકેટ ક્લબે બુધવારે નિયમોમાં સુધારા માટે સૂચનો રજૂ કર્યા છે. જેમાં બોલ પર થૂંક લગાવવાથી માંકડીંગ સુધીના નિયમોનો સમાવેશ થાય છે.  હવે તે આઈસીસી અને વિશ્વભરના ક્રિકેટ બોર્ડ પર નિર્ભર છે કે તેઓ આ નિયમોને જેમ છે તેમ અમલમાં મૂકે કે નજીવા ફેરફારો કરીને તેનો અમલ કરે. સામાન્ય રીતે એમસીસીના નિયમો આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં જેમ છે તેમ લાગુ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં, એવું માની શકાય છે કે 1 ઓક્ટોબરથી ક્રિકેટના નિયમોમાં ફેરફાર લગભગ નિશ્ચિત છે.


કયા નિયમોમાં ફેરફારો માટે સૂચનો:



  1. બોલને ચમકાવવા માટે થૂંકના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવશે.

  2. કોઈપણ ખેલાડી આઉટ થયા પછી, ફક્ત નવા ખેલાડી જે મેદાનમાં આવશે તે જ સ્ટ્રાઈક લેશે.

  3. માંકડિંગને સત્તાવાર રનઆઉટ તરીકે ગણવામાં આવશે. જ્યારે નોન-સ્ટ્રાઈકીંગ એન્ડનો બેટ્સમેન બોલર બોલ ફેંકે તે પહેલા ક્રીઝમાંથી બહાર આવે છે અને બોલર તેનો હાથ રોકે છે અને તે છેડાના બેલ્સને ડ્રોપ કરે છે, તેને માંકડીંગ કહેવામાં આવે છે.

  4. જો મેદાન પર કોઈપણ વ્યક્તિ, પ્રાણી અથવા અન્ય વસ્તુ કોઈપણ ટીમને નુકસાન પહોંચાડે છે, તો તેને ડેડ બોલ જાહેર કરવામાં આવશે.

  5. જે ખેલાડીની બદલી કરવામાં આવી છે, તેના સ્થાને આવનાર ખેલાડી સાથે નિયમોમાં સમાન વ્યવહાર કરવામાં આવશે. આ ખેલાડી પર પ્રતિબંધ અને વિકેટ લેવા જેવી પરિસ્થિતિઓમાં પણ લાગુ થશે.

  6. બોલ ફેંકતા પહેલા બેટ્સમેન ક્રિઝની આસપાસ ફરે છે. આવી સ્થિતિમાં ઘણી વખત બેટ્સમેનની બાજુમાંથી પસાર થતાં બોલને વાઈડ ગણવામાં આવતો નથી. હવે એવું નહીં થાય. રન અપ શરૂ કરતા પહેલા બેટ્સમેને જે પોઝિશન લીધી હશે તેના આધારે વાઈડ નક્કી કરવામાં આવશે.

  7. જો બોલરની ભૂલને કારણે બોલ પિચની બહાર પડી જાય, તો પણ સ્ટ્રાઈકર બોલ રમી શકે છે, પરંતુ બેટ્સમેનનું બેટ અથવા પગ અથવા કોઈપણ ભાગ પિચમાં હોવો જોઈએ.

  8. જો ફિલ્ડર નિયમોની બહાર મૂવમેંટ કરે તો બેટિંગ સાઇડને 5 પેનલ્ટી રન મળશે.