MI vs CSK: ચેન્નાઈ સુપર કિંગ્સે રોમાંચક મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને 20 રને હરાવ્યું. રોહિત શર્માએ જોરદાર બેટિંગ કરી અને સદી ફટકારી. જોકે તે ટીમને જીત અપાવી શક્યો નહોતો. ચેન્નાઈ સુપર કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને હરાવ્યું છે. મુંબઈ ઈન્ડિયન્સને જીતવા માટે 207 રનનો ટાર્ગેટ હતો, પરંતુ હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની મુંબઈ ઈન્ડિયન્સ 20 ઓવરમાં 6 વિકેટે 186 રન જ બનાવી શકી હતી. આ રીતે રુતુરાજ ગાયકવાડની કપ્તાનીમાં ચેન્નાઈ સુપર કિંગ્સે 20 રને મેચ જીતી લીધી હતી. જોકે, મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રોહિત શર્માએ શાનદાર સદી ફટકારી હતી. રોહિત શર્માએ 63 બોલમાં 105 રનની ઇનિંગ રમી હતી. આ બેટ્સમેને પોતાની તોફાની ઇનિંગમાં 11 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા, પરંતુ તે મુંબઈ ઈન્ડિયન્સની હાર ટાળી શક્યો નહીં.


 






રોહિત શર્માની સદી, અન્ય બેટ્સમેનોનો સાથ ન મળ્યો


વાસ્તવમાં, રોહિત શર્માને અન્ય બેટ્સમેનોનો સાથ મળ્યો ન હતો. રોહિત શર્માએ એક તરફ છેડો સાચવી રાખ્યો હતો, પરંતુ બીજી તરફ વિકેટ પર બેટ્સમેનો નિયમિત અંતરે પેવેલિયનની પરત ફરતા રહ્યા હતા. તિલક વર્માએ 20 બોલમાં 31 રનની ઇનિંગ રમી હતી. જ્યારે ઈશાન કિશને 15 બોલમાં 23 રન બનાવ્યા હતા. સૂર્યકુમાર યાદવ કોઈ રન બનાવ્યા વિના આઉટ થયો હતો.. આ સિવાય ટિમ ડેવિડ અને રોમારિયા શેફર્ડ જેવા બેટ્સમેનોએ નિરાશ કર્યા હતા. આથી મુંબઈ ઈન્ડિયન્સની ટીમ ટાર્ગેટથી 20 રન દૂર રહી હતી.


 





ચેન્નાઈએ મુંબઈને 207 રનનો ટાર્ગેટ આપ્યો હતો
ચેન્નાઈ સુપર કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને જીતવા માટે 207 રનનો ટાર્ગેટ આપ્યો હતો. CSK તરફથી છેલ્લી ઓવરમાં મહેન્દ્ર સિંહ ધોની બેટિંગ કરવા આવ્યો હતો. તેણે આવતાની સાથે જ વિસ્ફોટક બેટિંક કરી. ધોનીએ 4 બોલમાં અણનમ 20 રન બનાવ્યા હતા. તેણે સતત 3 સિક્સર ફટકારી હતી. મુંબઈ તરફથી હાર્દિક પંડ્યાએ છેલ્લી ઓવર ફેંકી હતી. તેણે આ ઓવરમાં 26 રન આપ્યા હતા. રુતુરાજ ગાયકવાડ અને શિવમ દુબેએ ચેન્નાઈ માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. દુબેએ 38 બોલનો સામનો કર્યો અને અણનમ 66 રન બનાવ્યા. તેણે 10 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. ગાયકવાડે 40 બોલમાં 69 રન બનાવ્યા હતા. તેણે 5 ફોર અને 5 સિક્સર ફટકારી હતી. રચિન રવિન્દ્રએ 16 બોલમાં 21 રન બનાવ્યા હતા. તેણે 2 ફોર અને 1 સિક્સ ફટકારી હતી. ડેરીલ મિશેલ 17 રન બનાવીને આઉટ થયો હતો.


પંડ્યા અને શેફર્ડ મુંબઈ માટે સૌથી મોંઘા સાબિત થયા હતા. શેફર્ડે 2 ઓવરમાં 33 રન આપ્યા હતા. પંડ્યાએ 3 ઓવરમાં 43 રન આપ્યા હતા. જોકે તેણે 2 વિકેટ પણ લીધી હતી. શ્રેયસ ગોપાલ અને ગેરાલ્ડ કોએત્ઝીને એક-એક વિકેટ મળી હતી.