ઈન્ડિયન પ્રીમિયર લીગ 2021 ની 46 મી મેચમાં આજે દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મુકાબલો હતો આ મેચમાં દિલ્હી કેપિટલ્સે મુંબઈને 4 વિકેટથી હરાવ્યું છે. પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સને ચાર વિકેટે દિલ્હીએ હાર આપી હતી. લો સ્કોરિંગ મેચમાં ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી મુંબઈ ઈન્ડિયન્સે નિર્ધારિત ઓવરમાં 129 રન બનાવ્યા હતા.
રોહિત શર્મા એન્ડ ટીમે પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટના નુકસાને 129 રન કર્યા હતા. જેના જવાબમાં દિલ્હીએ 5 બોલ પહેલા 4 વિકેટથી મેચ જીતી લીધી હતી. DCના અક્ષર પટેલ અને આવેશ ખાને 3-3 વિકેટ લીધી હતી.
મુંબઈ તરફથી 130 રનના લક્ષ્યાંકના જવાબમાં દિલ્હીની શરૂઆત પણ નબળી રહી હતી. શ્રેયસ અય્યરની 33 રનની અણનમ ઈનિંગને કારણે ટીમે આખરે મેચ ચાર વિકેટે જીતી લીધી હતી. મુંબઈ તરફથી ટ્રેન્ટ બોલ્ટ, જયંત યાદવ, કૃણાલ પંડ્યા, જસપ્રિત બુમરાહ અને નાથન કુલ્ટર-નાઈલે એક-એક વિકેટ લીધી હતી.
130 રનનો ટાર્ગેટ ચેઝ કરવા મેદાનમાં ઉતરેલી દિલ્હી કેપિટલ્સની શરૂઆત સારી નહોતી. શિખર ધવન માત્ર (8 રન) બનાવી આઉટ થયો હતો. દિલ્હીની બેક ટુ બેક વિકેટ પડી જતા રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયન મૂળના ખેલાડી નેથનને બોલિંગ કરવા પસંદ કર્યો હતો. તેવામાં નેથન કુલ્ટરનાઈલે સ્ટીવ સ્મિથને 9 રનના અંગત સ્કોર પર ક્લિન બોલ્ડ કરીને આઉટ કર્યો હતો.
દિલ્હી કેપિટલ્સ પ્લેઇંગ ઇલેવન
પૃથ્વી શો, શિખર ધવન, શ્રેયસ અય્યર, રિષભ પંત (કેપ્ટન), શિમરોન હેટમાયર, સ્ટીવ સ્મિથ, અક્ષર પટેલ, આર. અશ્વિન, કાગીસો રબાડા, અવેશ ખાન, એનરિચ નોરખીયા
મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઈંગ ઈલેવન
રોહિત શર્મા (કેપ્ટન), ક્વિન્ટન ડી કોક, સૂર્યકુમાર યાદવ, સૌરભ તિવારી, હાર્દિક પંડ્યા, કિરોન પોલાર્ડ, કૃણાલ પંડ્યા, નાથન કુલ્ટર-નાઇલ, જયંત યાદવ, બોલ્ટ, જસપ્રીત બુમરાહ