મુંબઇઃ મુંબઇ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે આજે આઇપીએલની 13મી સિઝનની ફાઇનલ મેચ રમાવવાની છે. આજની મેચમાં દુબઇના ઇન્ટરનેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે, અહીં પિચ અને હવામાન મેચમાં મહત્વની ભૂમિકા નિભાવી શકે છે. જોકે, આજની મેચમાં વરસાદ પડવાનો કોઇ સંભાવના નથી પરંતુ ભેજ એક એક મોટુ ફેક્ટર બની શકે છે.


કેવી રહેશે તાપમાન
દુબઇમાં આજે સારો તડકો નીકળશે અને મેક્સિમમ તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસ રહેવાના આસાર છે. જ્યારે ન્યૂનત્તમ તાપમાન 23 ડિગ્રી સેલ્સિયસ સુધી જઇ શકે છે. આ ઉપરાંત અદ્રતાનુ લેવલ 58 ટકા રહી શકે છે, જ્યારે 21 કિલોમીટર પ્રતિકલાકની સ્પીડથી પવન ફૂંકાઇ શકે છે.

શું કહે છે પિચ રિપોર્ટ, કોને કરશે મદદ
દિલ્હી માટે આ મેદાન થોડી મુશ્કેલી પેદા કરી શકે છે. કેમકે તેને દુબઇમાં રમાયેલી ચારેય મેચો ગુમાવી છે. ખાસ વાત છે કે મુંબઇ ઇન્ડિયન્સની ટીમ બે વાર આ મેદાન પર દિલ્હીને હરાવવામાં સફળ રહી છે. પરંતુ જોવાનુ રહેશે કે આજની મેચમાં દિલ્હીની ટીમ પરિસ્થિતિનો સામનો કઇ રીતે કરે છે.

આજની પિચ પર દિલ્હીના બેટ્સમેનો સંઘર્ષ કરતા દેખાઇ શકે છે, જસપ્રીત બુમરાહ પીચ પર ભારે પડી શેક છે. વળી બીજીબાજુ રબાડા પણ આ પિચ પર કંઇ ખાસ કરી શક્યો નથી.