આમ જોઇએ તો મુંબઇ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ બન્ને ટીમો એકદમ સંતુલિત છે, અને મેચ વિનર ખેલાડીઓથી ભરેલી છે. આજે દુબઇમાં હવામાન પણ એકદમ ચોખ્ખુ રહેવાના આસાર છે.
પિચ રિપોર્ટ શું કહે છે
શારજહાં ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ અને અબુધાબીના શેખ જાયદ ઇન્ટરનેશલ ક્રિકેટ સ્ટેડિયમની સરખામણીમાં દુબઇ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ એકદમ અલગ છે. અહીં પીચ થોડી અઘરી છે, બૉલ થોડો રોકાઇને આવે છે, આવામાં આપણને અહીં એક લૉ સ્કૉરિંગ મેચ જોવા મળી શકે છે.
બન્ને ટીમોની સંભવિત પ્લેઇંગ ઇલેવન
મુંબઇ ઇન્ડિયન્સઃ રોહિત શર્મા (કેપ્ટન), ક્વિન્ટૉન ડીકૉક (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, ઇશાન કિશન, હાર્દિક પંડ્યા, કીરોન પોલાર્ડ, કૃણાલ પંડ્યા, જેમ્સ પેટેન્સન/નાથન કુલ્ટર નાઇલ, ટ્રેન્ટ બૉલ્ટ, રાહુલ ચાહર, જસપ્રીત બુમરાહ.
દિલ્હી કેપિટલ્સઃ પૃથ્વી શૉ, શિખર ધવન, અજિંક્યે રહાણે, શ્રેયસ અય્યર (કેપ્ટન), ઋષભ પંત (વિકેટકીપર), માર્કસ સ્ટૉઇનિસ, ડેનિયલ સેમ્સ/શિમરૉન હેટમેયર/કીમો પૉલ, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, કગીસો રબાડા, અનરિક નોર્ટજે.