નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ગુરુવારે રમાયેલી મેચમાં પ્રથમ બેટિંગ કરતાં મુંબઇએ પંજાબ સામે ભારે ભરખમ ટાર્ગેટ મુકી દીધો હતો, આ મેચને મુંબઇએ 48 રનોથી જીતી લીધી, અને મેચ બાદ મુંબઇના તોફાની બેટ્સમેન કીરોન પોલાર્ડને મેચનો બેસ્ટ પ્લેયર જાહેર કરવામાં આવ્યો હતો. જોકે, કીરોન પોલાર્ડે પ્લેયર ઓફ ધ મેચના એવોર્ડ માટે સાથી ખેલાડીને હાર્દિક પંડ્યાને સાચે હકદાર ગણાવ્યો હતો, તેને હાર્દિક પંડ્યાની પ્રસંશા કરી હતી.
ઉલ્લેખનીય છે કે, મુંબઇ ઇન્ડિયન્સ પહેલા બેટિંગ કરતા 192 રનનુ વિશાળ લક્ષ્યને સ્કૉરબોર્ડ પર મુકી દીધુ હતુ, રનોનો પીછો કરવા ઉતરેલી પંજાબની ટીમ માત્ર 143 રન જ બનાવી શકી અને મેચને 48 રનોથી ગુમાવી દીધી હતી. ખાસ વાત છે કે મેચની છેલ્લી ચાર ઓવરોમાં મુંબઇની પોલાર્ડ અને પંડ્યાએ તોફાની બેટિંગ કરી હતી. બન્ને જણાએ 23 બૉલમાં 67 રન બનાવી લીધા હતા. આ અંગે પોલાર્ડે હાર્દિકની પ્રસંશા કરીને કહ્યું કે, તેને આવીને પોતાની તાકાત બતાની અને છેલ્લી ચાર ઓવરમાં બધુ કરી બતાવ્યુ હતુ.
કીરોન પોલાર્ડે કહ્યું આજે હાર્દિક આવ્યો અને સ્વિંગ કરતા તેને પોતાનુ ટેલેન્ટ બતાવ્યુ, અમે જાણીએ છીએ છેલ્લી ચાર ઓવરોમાં કંઇપણ સંભવ છે. શાહજહાંની બાઉન્ડ્રી નાની છે પરંતુ અમે તેને યોગ્ય રીતે મારવા માંગતા હતા. હાર્દિકે બજુ જ બેસ્ટ ઇનિંગ રમી. ઉલ્લેખનીય છે કે, પોલાર્ડે 20 બૉલમાં 47 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી, જેમાં 4 છગ્ગા અને ત્રણ ચોગ્ગા સામેલ હતા.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
પંજાબ સામે તોફાની બેટિંગ કરનારા પોલાર્ડે પ્લેયર ઓફ ધ મેચ માટે પોતાને નહીં પણ આ ખેલાડીને ગણાવ્યો હકદાર, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
02 Oct 2020 11:09 AM (IST)
મેચ બાદ મુંબઇના તોફાની બેટ્સમેન કીરોન પોલાર્ડને મેચનો બેસ્ટ પ્લેયર જાહેર કરવામાં આવ્યો હતો. જોકે, કીરોન પોલાર્ડે પ્લેયર ઓફ ધ મેચના એવોર્ડ માટે સાથી ખેલાડીને હાર્દિક પંડ્યાને સાચે હકદાર ગણાવ્યો હતો, તેને હાર્દિક પંડ્યાની પ્રસંશા કરી હતી
ફાઇલ તસવીર
- - - - - - - - - Advertisement - - - - - - - - -