MI-W vs RCB-W : મુંબઈ ઈન્ડિયન્સની સતત બીજી મેચમાં શાનદાર જીત, બેંગ્લુરુને 9 વિકેટથી હરાવ્યું

મહિલા પ્રીમિયર લીગ (WPL)માં આજે મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની વચ્ચે મુકાબલો છે. આ મેચ મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાઈ રહી છે. 

gujarati.abplive.com Last Updated: 06 Mar 2023 10:47 PM
મુંબઈની 9 વિકેટથી શાનદાર જીત

મહિલા પ્રીમિયર લીગ (WPL) લીગની ચોથી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI) નો સામનો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામે થયો હતો. મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સનો નવ વિકેટે વિજય થયો હતો. હેલી મેથ્યુઝે મુંબઈ ઈન્ડિયન્સની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. હેલી મેથ્યુઝે પ્રથમ બોલિંગ કરતા ત્રણ વિકેટ ઝડપી હતી. બેટ સાથે ફરી અદ્ભુત ઇનિંગ્સ રમી હતી. 

બેંગ્લુરુની ટીમનો સ્કોર 100 રનને પાર

બેંગ્લુરુની ટીમનો સ્કોર 100 રનને પાર પહોંચી ગયો છે. રિચા અને શ્રેયંકા હાલ બંને મેદાનમાં છે. 13 ઓવર બાદ બેંગ્લુરુની ટીમે 6 વિકેટ ગુમાવી 110 રન બનાવી લીધા છે. 

સ્મૃતિ મંધના 23 રન બનાવી આઉટ

બેંગ્લુરુની ટીમની સારી શરુઆત બાદ એક બાદ એક એમ 4 વિકેટ પડી ગઈ છે. સ્મૃતિ મંધના 23 રન બનાવી આઉટ થઈ છે. તેના બાદ હેથર નાઈટ ખાતુ ખોલાવ્યા વગર આઉટ થઈ છે. 

બેંગ્લુરુની ટીમને પ્રથમ ઝટકો

બેંગ્લુરુની ટીમને પ્રથમ ઝટકો લાગ્યો છે. સોફી 16 રન બનાવી કેચ આઉટ થઈ છે. સ્મૃતિ હાલ મેદાનમાં 23 રન બનાવી રમતમાં છે. બેંગ્લુરુની ટીમે 4.2 ઓવરમાં 1 વિકેટ ગુમાવી 39 રન બનાવી લીધા છે. 

મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઈંગ ઈલેવન- 

મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઈંગ ઈલેવન- હરમનપ્રીત કૌર (કેપ્ટન), હેલી મેથ્યૂઝ, યાસ્તિકા ભાટિયા (વિકેટકીપર), નેતાલી સીવર બ્રન્ટ, અમીલિયા કેર, અમનજોત કૌર, પૂજા વસ્ત્રાકર, હુમૈરા કાઝી, ઇસી વોંગ, જીંતીમાની કલિતા અને સાઇકા ઈશાક.

બેંગ્લુરુ પ્લેઈંગ ઈલેવન:

બેંગ્લુરુ પ્લેઈંગ ઈલેવન:   સ્મૃતિ મંધાના (c), સોફી ડિવાઇન,  એલિસ પેરી, દિશા કાસત, રિચા ઘોષ, હિથર નાઈટ, કનિકા આહુજા, મેગન શુટ,  પ્રીતિ બોઝ, રેણુકા સિંહ, શ્રેયંકા પાટીલ

બેંગ્લુરુએ ટોસ જીત્યો પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય

મહિલા આઈપીએલમાં આજે  મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની વચ્ચે મુકાબલો છે. બેંગ્લુરુની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. 

બ્રેકગ્રાઉન્ડ

MI-W vs RCB-W : મહિલા પ્રીમિયર લીગ (WPL)માં આજે મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની વચ્ચે મુકાબલો છે. આ મેચ મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાઈ રહી છે.  હરમનપ્રીત કૌરની કેપ્ટનશિપમાં મુંબઈ ઈન્ડિયન્સે પહેલી જ મેચ મેચ જીતી લીધી હતી. જેમાં તેઓએ ગુજરાત જાયન્ટ્સને 143 રનથી હરાવ્યું હતું.   સ્મૃતિ મંધાનાની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને પહેલી મેચમાં હાર મળી હતી.  બેંગ્લુરુની ટીમે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. 


 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.