મેલબોર્નઃ આઇસીસી મહિલા ટી20 વર્લ્ડકપ 2020ની ફાઇનલ મેચમાં ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમે 85 રનોથી હાર આપી, આ સાથે જ ઓસ્ટ્રેલિયા પાંચમી વાર વર્લ્ડ ચેમ્પિયન બની ગયુ. ફાઇનલ મેચમાં સૌની નજર ઓસ્ટ્રેલિયાની આક્રમક બેટ્સમેન એલિસા હિલી પર રહી હતી. એલિસા હિલીએ માત્ર 39 બૉલમાં 75 રન ફટકારીને ભારતને બેકફૂટ પર લાવી દીધુ હતુ.


ટૉસ જીતીને પ્રથમે બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિન મહિલા ટીમે 20 ઓવરમાં 184 રન બનાવ્યા, અને ભારતને જીતવા માટે 185 રનનો વિશાળ ટાર્ગેટ આપ્યો હતો. ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય મહિલા ટીમ માત્ર 99 રન જ બનાવી શકી હતી. ઓસ્ટ્રેલિયાએ 85 રનથી મેચ જીતી લીધી હતી.



એલિસા હિલીએ ફાઇનલમાં 39 બૉલમાં 75 રનની તાબડતોડ ઇનિંગ રમતા 5 છગ્ગા અને 7 ચોગ્ગા ફટકાર્યા હતા.



એલિસા હિલી ઓસ્ટ્રેલિયાના પુરુષ ક્રિકેટર મિશેલ સ્ટાર્કની વાઇફ છે, મિશેલ સ્ટાર્ક પણ વર્લ્ડકપ 2015માં ભારતીય પુરુષ ટીમ પર સેમિ ફાઇનલ મેચમાં ભારે પડ્યો હતો, અને તાબડતોડ બે વિકેટ ઝડપીને ભારતને બહાર કરી દીધુ હતુ.