યોર્કશરના બે પૂર્વ કર્મચારી તાજ બટ અને ટોની બાઉરીએ ક્લબમાં સસ્થાગત નસ્લવાદ સામે સાબિતી આપી છે. યોર્કશર ક્રિકેટ ફાઉન્ડેશન સાથે સામુદાયિક વિકાસ અધિકારી તરીકે કામ કરી ચૂકેલા બટે કહ્યું કે એશિયન સમુદાયનો ઉલ્લેખ કરતા સમયે સતત ટેક્સી ચાલકો અને રેસ્ટોરન્ટમાં કામ કરનારનો હવાલો આપવામાં આવતો હતો.
(ફાઈલ તસવીર)
તેમણે કહ્યું કે એશિયન મૂળના દરેક વ્યક્તિને તે સ્ટીવ બોલાવતા હતા. ભારતીય બેટ્સમેન ચેતેશ્વર પૂજારાને પણ સ્ટીવ કહેવામાં આવતો હતો. કારણ કે તેના નામનો ઠીકથી ઉચ્ચારણ કરી શકતા ન હતા. બટે છ મહિનાની અંદર જ રાજીનામું આપી દીધું હતું. બાઉરી 1996 સુધી કોચના રૂપમાં કામ કરતા હતા અને 1996થી 2011 સુધી યોર્કશર ક્રિકેટ બોર્ડમાં સાંસ્કૃતિક વિવિધતા અધિકારી રહ્યા હતા. પછી તેમને અશ્વેત સમુદાયોમાં ખેલના વિકાસ માટે ક્રિકેટ વિકાસ પ્રબંધક બનાવી દીધા હતા.
તેમણે કહ્યું, અનેક યુવાઓને ડ્રેસિંગ રૂમના માહોલમાં તાલમેલ બેસાડવા પરેશાની થઈ. કારણકે તેમના પર નસ્લવાદી ટિપ્પણી કરવામાં આવતી હતી. તેની અસર તેમના પ્રદર્શન પર પડી હતી.
બે વર્ષ પહેલા યોર્કશર કાઉન્ટી છોડનારા રફીકે કહ્યું, આ કડવા અનુભવથી તંગ આવી જઈને તેણે આત્મહત્યાનો વિચાર કર્યો હતો.