ટીમ ઈન્ડિયાના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ઈજાના કારણે સાઉથ આફ્રિકા સામેની સીરિઝમાંથી બહાર થઇ ગયો છે. જસપ્રીત બુમરાહના સ્થાન પર મોહમ્મદ સિરાજને ટીમમાં સામેલ કરાયો છે. બીસીસીઆઇએ ટ્વિટ કરી આ જાણકારી આપી હતી.
યુવા બોલર સિરાજે ભારત માટે ઘણા પ્રસંગોએ શાનદાર પ્રદર્શન કર્યું છે. તેને ટી20 વર્લ્ડ કપ 2022 માટે પણ તક મળી શકે છે. BCCIએ ટ્વિટર દ્વારા સિરાજને ટીમમાં સામેલ કરવાની જાણકારી આપી હતી. બુમરાહ ઈજાના કારણે બહાર જઈ રહ્યો હતો. તે નેશનલ ક્રિકેટ એકેડમીમાં ફિટનેસ પર કામ કરી રહ્યો હતો. આ પછી તેને ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી ટી-20 સીરીઝ માટે ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો હતો. બુમરાહ બીજી અને ત્રીજી ટી20 મેચ રમ્યો હતો. પરંતુ તે પછી તેને પીઠની ઈજાને કારણે તકલીફ થવા લાગી. તે દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ ટી20 મેચમાં રમી શક્યો નહોતો.
હવે બુમરાહ સીરિઝમાંથી આઉટ થતાં સિરાજને તક આપવામાં આવી છે. મોહમ્મદ સિરાજે ટી20 ફોર્મેટમાં સારું પ્રદર્શન કર્યું છે. તે ઈન્ડિયન પ્રીમિયર લીગ મારફતે ચમક્યો હતો. આ પછી તેણે વર્ષ 2017 માં ન્યુઝીલેન્ડ સામે રમીને ટી20 આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કર્યું. સિરાજે અત્યાર સુધીમાં 5 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. આ દરમિયાન તેણે 5 વિકેટ ઝડપી છે. સિરાજે છેલ્લી T20 આંતરરાષ્ટ્રીય મેચ ફેબ્રુઆરી 2022માં શ્રીલંકા સામે રમી હતી. તેણે 10 મેચમાં 13 વિકેટ લીધી છે.
આ પણ વાંચોઃ