MS Dhoni Birthday Special : આજે 7 જુલાઈએ દિગ્ગજ ભારતીય ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીનો 41મોં જન્મદિવસ છે. ધોની તેની ધૂંઆધાર બેટિંગ, વિકેટ કીપરિંગ અને કેપ્ટનશિપ માટે જાણીતો છે. પણ ધોનીની ફિટનેસની ચર્ચાપ પણ ખુબ થઇ રહી છે. આ દરમિયાન સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક જિમટોન્ડ સુડોળ શરીર દેખાય છે, લોકો સવાલ કરી રહ્યાં છે કે આ મહેન્દ્રસિંહ ધોની છે કે જ્હોન અબ્રાહમ. આ વિડીયોની તપાસ કરતા જાણવા મળ્યું કે આ વિડીયો મહેન્દ્રસિંહ ધોનીનો છે અને તેણે પોતે પોતાના ઇન્સ્ટાગ્રામ પર વિડીયો શેર કર્યો છે. આ વિડીયોમાં ધોનીનું સુડોળ શરીર જ્હોન અબ્રાહમના શરીર જેવું દેખાય છે. આ વિડીયોને અત્યાર સુધીમાં 11 લાખ કરતા વધુ લોકોએ જોયો છે, તમે પણ  જુઓ આ વિડીયો - 






આ વિડીયો 2018નો છે. વિડીયોના કેપશનમાં ધોનીએ લખ્યું છે, “ રાંચીની આસપાસ 3 ધોધમાં આપણે ઈચ્છીએ ત્યારે નહાવા જઈ શકીએ છીએ. 10 વર્ષ પહેલાની યાદો તાજી થઇ ગઈ. સાથે હેડ મસાજ ફ્રી.”


ક્રિકેટના દિગ્ગજ એમ એસ ધોની 
એમએસ ધોનીની ગણના એવા ઘણા સફળ ક્રિકેટરોમાં થાય છે જેમણે પોતાની કારકિર્દીની શરૂઆત શૂન્યથી કરી હતી. ધોની અત્યાર સુધીનો પ્રથમ અને એકમાત્ર કેપ્ટન છે જેણે ત્રણેય ICC ટ્રોફી જીતી છે. 2007માં એફ્રો-એશિયન મેચમાં મહેલા જયવર્દને સાથે ધોનીની 218 રનની ભાગીદારી તે સમયે ODIમાં છઠ્ઠી વિકેટની સૌથી વધુ ભાગીદારી હતી. ધોનીએ 2005માં શ્રીલંકા સામે અણનમ 183 રન ફટકારી વિકેટકીપર દ્વારા સર્વોચ્ચ સ્કોરનો રેકોર્ડ બનાવ્યો હતો. આ જ ઇનિંગમાં ધોની વનડેમાં 10 સિક્સર મારનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો હતો. ધોની T20 વર્લ્ડ કપ જીતનાર પ્રથમ કેપ્ટન છે. ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું હતું.