Top Sports Team :  આઈપીએલની સિઝન પૂરી થઈ ગઈ છે. ચેન્નઈ સુપર કિંગ્સે ગુજરાત ટાઇટન્સને હરાવીને IPL 2023નું ટાઇટલ જીત્યું. પરંતુ IPL પૂરી થયા પછી પણ મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં ચેનનાઈ સુપર કિંગ્સ મજબૂત છે. વાસ્તવમાં મહેન્દ્ર સિંહ ધોનીની ટીમ મે મહિનાની ટોપ-3 ટીમમાં સામેલ હતી. ચેન્નાઈ સુપર કિંગ્સ સોશિયલ મીડિયા પર સૌથી લોકપ્રિય ટીમોમાંથી એક હતી. ચેનનાઈ સુપર કિંગ્સ ઉપરાંત રિયલ મેડ્રિડ અને એફસી બાર્સેલોનાની ટીમો ટોપ-3 ટીમોમાં સામેલ છે.


ચેન્નઈ સુપર કિંગ્સ સૌથી લોકપ્રિય ટીમ!


ચેન્નઈ સુપર કિંગ્સ મે મહિનામાં 424 મિલિયન સોશિયલ મીડિયા ટ્રાફિક  સાથે યાદીમાં ટોચ પર છે. જ્યારે રિયલ મેડ્રિડ ફૂટબોલ ક્લબ આ યાદીમાં બીજા ક્રમે છે. રિયલ મેડ્રિડ મે મહિનામાં 345 મિલિયન સોશિયલ મીડિયા એંગેજમેન્ટ  સાથે ચેન્નઈ સુપર કિંગ્સ પછી બીજા ક્રમે હતું. જ્યારે FC બાર્સેલોના 332 મિલિયન સોશ્યિલ મીડિયા એંગેજમેન્ટ  સાથે ચેન્નઈ સુપર કિંગ્સ અને રિયલ મેડ્રિડ ફૂટબોલ ક્લબ પછી ત્રીજા સ્થાને છે. આ રીતે ચેન્નાઈ સુપર કિંગ્સ, રિયલ મેડ્રિડ ફૂટબોલ ક્લબ અને એફસી બાર્સેલોના ટોપ-3 ટીમોમાં સામેલ છે.


એમએસ ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સ સોશિયલ મીડિયા પર પણ હિટ છે



ઉલ્લેખનીય છે કે, ચેન્નાઈ સુપર કિંગ્સના ઈન્સ્ટાગ્રામ પર 377 મિલિયન ફોલોઅર્સ છે. મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાની હેઠળની ચેન્નાઈ સુપર કિંગ્સ આ યાદીમાં ટોચ પર છે. જ્યારે રોહિત શર્માની મુંબઈ ઈન્ડિયન્સ ત્રીજા નંબર પર છે. મુંબઈ ઈન્ડિયન્સના 243 મિલિયન ફોલોઅર્સ છે. આ સાથે જ હાર્દિક પંડ્યાની કપ્તાનીવાળી ગુજરાત ટાઇટન્સ સાતમા નંબરે છે. ગુજરાત ટાઇટન્સના 116 મિલિયન ફોલોઅર્સ છે. સંજુ સેમસનની આગેવાની હેઠળની રાજસ્થાન રોયલ્સ 43.7 મિલિયન ફોલોઅર્સ સાથે 15માં નંબરે છે. આ સિવાય કોલકાતા નાઈટ રાઈડર્સ 18માં નંબર પર છે. કોલકાતા નાઈટ રાઈડર્સના 38.3 મિલિયન ફોલોઅર્સ છે. 


ચેન્નઈ સુપર કિંગ્સે ગુજરાત ટાઈટન્સને હરાવી આઈપીએલ 2023નો ખિતાબ જીત્યો હતો. રવિંદ્ર જાડેજાએ ચેેન્નાઈ સુપર કિંગ્સને શાનદાર જીત અપાવી છે.  છેલ્લા બોલ પર રવિંદ્ર જાડેજાએ ટીમને જીત અપાવી હતી.  છેલ્લા બોલ પર સીએસકેને જીતવા માટે ચાર રનની જરૂર હતી. CSKએ ચાર રન બનાવ્યા અને ગુજરાતને પાંચ વિકેટે હરાવ્યું. CSK પાંચમી વખત IPLની વિજેતા બનવામાં સફળ રહી છે. રવિન્દ્ર જાડેજાએ 6 બોલમાં 15 રનની અણનમ ઇનિંગ રમી હતી.