નવી દિલ્હીઃ કોરોના મહામારીનો કહેર સમગ્ર વિશ્વમાં જોવા મળી રહ્યો છે. આ વૈશ્વિક મહામારીને કારણે અત્યાર સુધી 24,000થી વધારે લોકોના મોત થયા છે. ભારતમાં અત્યાર સુધી 17 લોકોએ જીવ ગુમાવ્યા છે. જીવલેણ કોરોના વાયરસ લડવા માટે રમત જગતના અનેક દિગ્ગજ સામે આવ્યા છે.

શુક્રવારે એક બાજુ સચિન તેંડુલકરે 50 લાખ રૂપિયા આપીને કોરોના સામેની લડાઈમાં પોતાની ભાગીદારી સુનિશ્ચિત કરી છે, તો ધોનીએ પુણે સ્થિત એક એનજીઓના માધ્યમથી 1 લાખ રૂપિયાનું દાન આપ્યું છે.

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની આ આર્થિક મદદને લઈનેતેના ફેન્સ સોશિયલ મીડિયા પર તેનાથી ખૂબ જ નારાજ થઈ ગયા છે. એક ફેને લખ્યું- 800 કરોડ રૂપિયાની કમાણી કરનાર ધોનીએ માત્ર એક લાખ રૂપિયાની મદ કરી...આ દુખદ છે...



એક પ્રશંસકે લખ્યું- એમએસ ધોનીને શા માટે ટ્રોલ કરવામાં આવી રહ્યો છે…આ તેની પસંદ છે.

આખરે ધોનીએ પુણેના દૈનિક વેતન મેળવતા મજૂરો માટે દાન શા માટે આપ્યું છે, તેનું પુણે સાથે શું કનેક્શન છે? આ સવાલ બધાના મનમાં ઉઠી રહ્યાં છે. હકીકતમાં ધોની આઇપીએલની બે સીઝન 2016 અને 2017માં રાઇઝિંગ પુણે સુપરજાયંટનો હિસ્સો રહી ચુક્યા છે. ત્યાં ચેન્નઇ સુપરકિંગ્સ પર સ્પોટ ફિક્સિંગને લઇને પ્રતિબંધ લાગ્યો હતો.