નવી દિલ્હી:  મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni) ટી-20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમના મેન્ટરની ભૂમિકા ભજવશે. BCCIના સચિવ જય શાહે જણાવ્યું કે તેઓ આ કામ માટે કોઈ માનદ વેતન નથી લઈ રહ્યા. તેમણે મીડિયાને કહ્યું કે મહેન્દ્રસિંહ ધોની આ કામ માટે એક પણ રુપિયો નથી લઈ રહ્યા. BCCI સચિવ જય શાહે મંગળવારે ANIને આ બાબતે માહિતી આપતા કહ્યું હતું કે ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ટી-20 વર્લ્ડ કપમાં મેન્ટર બનવા માટે કોઈ પૈસા નથી લઈ રહ્યા. તે આ કામ ચાર્જ વગર કરશે.



તમને જણાવી દઈએ કે આઈપીએલના (IPL) બે દિવસ બાદ ટી 20 વર્લ્ડ કપ શરૂ થવાનો છે. આ વર્લ્ડ કપ પણ IPL ની જેમ દુબઈમાં યોજાવાનો છે. આ માટે ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને મેન્ટર તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તે વર્લ્ડ કપ દરમિયાન ટીમને માર્ગદર્શન આપવાનું ચાલુ રાખશે.


ANI સાથેની વાતચીતમાં જય શાહે માહિતી આપી હતી કે ધોની મફતમાં મેન્ટર તરીકે ટીમ ઇન્ડિયામાં જોડાશે. તેઓ તેમની સેવાઓ માટે કોઈ ફી લેશે નહીં. જય શાહે કહ્યું, ‘એમએસ ધોની ટી 20 વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયાને પોતાની સેવાઓ આપવા માટે પૈસા નહીં લે.’ આ સાથે જ જય શાહે ધોનીનો આભાર પણ માન્યો છે. તમને જણાવી દઈએ કે ભારતીય ક્રિકેટ ટીમ 24 ઓક્ટોબરથી પાકિસ્તાન સામે પોતાનું અભિયાન શરૂ કરવા જઈ રહી છે. ભારતીય ટીમે પાકિસ્તાનને હરાવ્યા બાદ જ 2007 નો ટી -20 વર્લ્ડ કપ જીત્યો હતો.


હાર બાદ દુઃખી થયેલા વિરાટે શું કહી દીધુ આરસીબી માટે કે બધા ચોંક્યા


આઇપીએલ 2021 (IPL 2021)માં ગઇકાલે કોલકત્તા નાઇટ રાઇડર્સના હાથે હારનો સામનો કરરવાની સાથે જ રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરમાં વિરાટ કોહલીની કેપ્ટન ઇનિંગનો અંત થઇ ગયો. આઇપીએલની 11 સિઝનમાં આરબીસીની કમાન સંભાળનારા કોહલીએ આ દરમિયાન કેટલાય ઉતાર ચઢાવ જોયા, મેચ બાદ કોહલીએ કહ્યું કે તેને એક કેપ્ટન તરીકે ફ્રેન્ચાઇઝીને પોતાનુ 100 ટકા આપ્યુ. સાથે જ તેમને કહ્યું કે તે જ્યાં સુધી આઇપીએલમાં રમશે RCB માટે જ રમશે. કોહલીની કેપ્ટનશીપમાં RCBએ આઇપીએલમાં 140 મેચ રમી. જેમાંથી તેને 64 મેચોમાં જીત અને 69 મેચોમાં  હારનો સામનો કરવો પડ્યો. આ ઉપરાંત ચાર મેચ અનિર્ણીત રહી. 



મેચ બાદ કોહલીએ કહ્યું- હું આટલુ જ કહી શકુ છે કે મે RCB માટે હંમેશા મારુ બેસ્ટ આપવાની કોશિશ કરી છે. મને ખબર નથી કે બીજા લોકોનુ શુ માનવુ છે. જોકે હું એક વાત કહી શકુ છે કે મે દર વર્ષે કેપ્ટન તરીકે ફ્રેન્ચાઇઝીને પોતાનુ 120 ટકા કમિટમેન્ટ આપવાની કોશિશ કરી છે. સાથે જ કોહલીએ કહ્યું કે, આઇપીએલમાં હુ મારી જાતને બીજા ક્યાંય રમતો નથી જોવા માંગતો. દુનિયા ભલે કેટલીય વાતોને મુખ્ય માનતી હશે પરંતુ મારા માટે લૉયલ્ટીથી વધીને બીજુ કશુ જ નથી. ફ્રેન્ચાઇઝીએ હંમેશા મારા પર પોતાનો વિશ્વાસ  રાખ્યો  છે, અને જ્યાં સુધી આઇપીએલ રમીશ, RCB માટે  જ  રમીશ. 




વિરાટ કોહલીએ કહ્યું- મે RCB કેમ્પમાં એ રીતનુ કલ્ચર બનાવવાની કોશિશ કરી છે કે યુવા ખેલાડીઓ બેખોફ અને ખુદ પર વિશ્વાસ સાથે ક્રિકેટ રમી શકે. આ જ વસ્તુ મે ટીમ ઇન્ડિયાના કેપ્ટન તરીકે પણ કરી છે. સાથે  જ કોહલીએ કહ્યું- હવે હું એક ખેલાડી તરીકે પોતાનુ બેસ્ટ આપવાની કોશિશ કરીશ. આગામી ત્રણ વર્ષોમાં આપણે બધા સાથે મળીને RCBને એક રીતે તૈયાર કરીશુ, અને એવા લોકોને સામે લાવીશુ જે આ ફ્રેન્ચાઇઝીને આગામી સમયમાં લીડ કરી શકે.