નવી દિલ્હીઃ ચેન્નાઇ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ હાર બાદ એક એવુ વાક્ય કહ્યું કે, તે થોડી જ વારમાં ચર્ચાનો વિષય બની ગયુ હતુ. 10 મેચોમાંથી માત્ર 3 મેચોમાં જીત સાથે હાલ સીએસકે પૉઇન્ટ ટેબલમાં છેલ્લા સ્થાન પર પહોંચી ગઇ છે. સોમવારે રમાયેલી રાજસ્થાન સામેની મેચ બાદ ધોનીએ કહ્યું હતુ કે ટીમના યુવા ખેલાડીઓમાં જોશ નથી દેખાતો, આ વાતને લઇને પૂર્વ ક્રિકેટર શ્રીકાંત ધોની પર ભડક્યો હતો.

રાજસ્થાન સામે હાર બાદ જ્યારે ફ્લેમિંગને ટીમમાં ફેરફાર કરવા અંગે પુછવામાં આવ્યુ, તે દરમિયાન ધોનીએ આનો બચાવ કરતા કહ્યું હતુ કે, હજુ સુધી કોઇ યુવા ખેલાડીએ એવુ કંઇજ નથી કર્યુ કે ફેરફાર કરવો જરૂરી બને. ધોનીએ મેચ બાદ કહ્યુ કે, વારંવાર ટીમમાં ફેરફાર કરવો યોગ્ય નથી, ડ્રેસિંગ રૂમમાં અસુરક્ષા પેદા કરવી યોગ્ય નથી. ટીમના યુવા ખેલાડીઓમાં એવી કોઇ ચમક નથી દેખાઇ, જેથી અમારે ટીમમાં ફેરફાર કરવો પડે.

ધોનીની આ નિવેદન પર ટીમ ઇન્ડિયાના પૂર્વ ઓપનર શ્રીકાંતે નિંદા કરી છે, શ્રીકાંતે એક ખાનગી ચેનલ સાથેની વાતચીત દરમિયાન કહ્યું કે હું ધોનીની આ વાતથી બિલકુલ સહમત નથી, ટીમ સિલેક્શનની પ્રૉસેસ એકદમ ખરાબ છે, જગદીશન જેવો ક્રિકેકટ... તમે કહી રહ્યાં છો કે યુવાઓમાં સ્પાર્ક નથી, કેદાર જાધવમાં સ્પાર્ક છે?, પિયુષ ચાવલાએ સ્પાર્ક બતાવ્યુ? આ બધુ બકવાસ છે, હુ આજે ધોનીની આ વાતનો નહીં સ્વીકારુ. આમ શ્રીકાંતે ધોનીની વાતને ફગાવી દીધી હતી.