MS Dhoni and Virat Kohli Net Worth:  મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલી બંને ક્રિકેટની દુનિયાના સૌથી મોટા સ્ટાર છે. ધોનીએ તેના શાંત નેતૃત્વ અને બેજોડ ક્રિકેટ કૌશલ્ય વડે ભારતીય ક્રિકેટને નવી ઊંચાઈઓ પર લઈ ગયો, જ્યારે વિરાટ કોહલી તેની આક્રમક બેટિંગ અને ફિટનેસ માટે જાણીતો છે. મેદાન પર સફળતા હાંસલ કર્યા બાદ આ બંને ખેલાડીઓએ બિઝનેસની દુનિયામાં પણ પ્રવેશ કર્યો અને ઘણું નામ કમાવ્યું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જ્યારે એમએસ ધોની વિશ્વનો બીજો સૌથી અમીર ક્રિકેટર છે, તો વિરાટ કોહલી વિશ્વનો ત્રીજો સૌથી અમીર ક્રિકેટર છે.


2024માં ધોની અને કોહલીની કુલ સંપત્તિ
જો આપણે ઘણા મીડિયા રિપોર્ટ્સ પર નજર કરીએ તો જાણવા મળે છે કે 2024માં મહેન્દ્ર સિંહ ધોનીની નેટવર્થ લગભગ 127 મિલિયન ડોલર એટલે કે 1040 કરોડ રૂપિયા છે. તો બીજી તરફ, વિરાટ કોહલીની કુલ સંપત્તિ 130 મિલિયન ડોલર એટલે કે લગભગ 1090 કરોડ રૂપિયા અંદાજવામાં આવી છે. 2023માં કોહલીની કુલ સંપત્તિ 1019 કરોડ રૂપિયા હતી, જે હવે 2024માં વધુ વધી છે.


આઈપીએલમાંથી ધૂમ કમાણી
ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના ભૂતપૂર્વ કેપ્ટન ધોનીની IPLમાંથી કુલ આવક 188 કરોડ રૂપિયાથી વધુ છે. ધોનીની સેલેરી દર વર્ષે લગભગ 11.12 કરોડ રૂપિયા છે. તો બીજી તરફ, વિરાટ કોહલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)નો મહત્વપૂર્ણ ખેલાડી છે અને તેને દર વર્ષે 15 કરોડ રૂપિયાનો પગાર મળે છે.


બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને રોકાણ
એમએસ ધોનીએ પેપ્સી, રીબોક અને ગલ્ફ ઓઈલ જેવી ઘણી મોટી બ્રાન્ડ સાથે જાહેરાત ડીલ સાઈન કરી છે. ઘણા મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે ધોની દરેક જાહેરાત માટે 3.5 થી 6 કરોડ રૂપિયા લે છે.


વિરાટ કોહલીએ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટની દુનિયામાં પણ મોટું નામ કમાવ્યું છે. ઘણા મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે એક દિવસના 2 કરોડ રૂપિયા ચાર્જ કરે છે, જે તેને ભારતનો સૌથી મોંઘો બ્રાન્ડ એમ્બેસેડર બનાવે છે. MRF અને Puma સિવાય કોહલી ઓડી ઈન્ડિયા, Adidas, Pepsi, Google Duo, Myntra, Vivo જેવી ઘણી મોટી બ્રાન્ડના  એમ્બેસેડર છે. તમને જણાવી દઈએ કે કોહલીએ હોટેલ બીઝનેસમાં પણ હાથ અજમાવ્યો છે.


આ પણ વાંચો:


જો વરસાદમાં ધોવાઇ જશે કાનપુર ટેસ્ટ તો WTC પૉઇન્ટ ટેબલમાં ભારતને નુકસાન કે ફાયદો ? જાણો અહીં