નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે હાલમાં દેશમાં તમામ લોકો પોતાના ઘરમાં કેદ છે. આ વાયરસના કારણે સ્થિતિ એટલી ગંભીર છે કે અનેક લોકોના ઘરમાં મેડ પણ રજા પર છે ત્યારે આવા લોકોએ જાતે જ ઘરના કામ કરવા પડી રહ્યા છે. મુંબઇ ઇન્ડિયન્સના સ્ટાર બેટ્સમેન સૂર્ય કુમાર યાદવ પણ આ મુશ્કેલ સમયમાં પોતાના ઘરમાં સમય વિતાવી રહ્યો છે. તેણે સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરી જણાવ્યું કે હાલના દિવસોમાં તેની સ્થિતિ કેટલી ખરાબ છે.




સૂર્ય કુમાર યાદવે જે વીડિયો શેર કર્યો છે તેમાં તે ટી-શર્ટ અને શોર્ટ્સ પહેરીને ઘરમાં પોતા કરતો જોવા મળી રહ્યો છે. તેની પાસે એક ડોગ બેઠો છે જે તેની સામે જોઇ પણ રહ્યો નથી. વીડિયોના બ્રેકગ્રાઉન્ડમાં ‘મેરે હાલાત એસે હૈ કી મેં કુછ કર નહી સકતા’ ગીત વાગી રહ્યુ છે. સૂર્યકુમારે વીડિયોના કેપ્શનમાં લખ્યું કે સ્થિતિ એવી છે કે પાબલોએ પણ મોં ફેરવી લીધું છે.
સૂર્યકુમાર યાદવ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે. તે પોતાની પત્ની દેવિશા સાથે અનેક વીડિયો શેર કરી ચૂક્યો છે. સૂર્ય કુમાર યાદવ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી, રણજી ટ્રોફી, વિજય હઝારે ટ્રોફીમાં રનનો વરસાદ કરી ચૂક્યો છે.