Coronavirus: કોરોના વાયરસ વિશ્વભરમાં કહેર વર્તાવી રહ્યો છે. વિશ્વભરમાં અત્યાર સુધી 20 હજારથી વધુનાં મોત થઈ ચૂક્યા છે જ્યારે સાડા ચાર લાખથી વધુ લોકો વાયરસથી સંક્રમિત છે. બાંગ્લાદેશમાં પણ કોરોનાએ પગ પેસારો કર્યો છે અને અહીં અત્યાર સુધી પાંચ લોકોના મોત થઈ ચૂક્યા છે. ત્યારે બાંગ્લાદેશના ક્રિકેટરો વાયરસ વિરુદ્ધની લડાઈ માટે આગળ આવ્યા છે.
બાંગ્લાદેશના 27 ક્રિકેટરોએ પોતાના 15 દિવસનો પગાર કોરોના વાયરસ સામે લડવા માટે દાન કરવાનો નિર્ણય કર્યો છે. ખાસ વાત એ છે કે, આ અભિયાનમાં માત્ર બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડનો કોન્ટ્રાક્ટ વાળા ખેલાડીઓ જ નહીં પણ જેની પાસે બોર્ડનો કોન્ટ્રાક્ટ નથી તેઓ પણ મદદ માટે આગળ આવ્યા છે. 17 ક્રિકેટર્સપાસે બોર્ડનો કોન્ટ્રાક્ટ છે, જ્યારે 10 એવા ખેલાડીઓ છે કે, જેમની પાસે કોન્ટ્રાક્ટ નથી.
એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, સમગ્ર દુનિયા કોરોના વાયરસ સામે લડાઈ લડી રહી છે. બાંગ્લાદેશમાં પણ કોરોના વાયરસનો ખતરો વધી રહ્યો છે. અમે લોકોને સાવધાન રહેવાની અપીલ પણ કરી રહ્યાં છે. સાથે તેનાથી બચવાના ઉપાય અંગે પણ જણાવી રહ્યાં છે. નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું કે, ભલે આ રકમ કોરોના સામે લડવામાં ઓછા હોઈ શકે પરંતુ આપણે સાથે મળીને એક મોટું અભિયાન બનાવી શકીએ છે અને કોરોના વિરુદ્ધ લડાઈ લડી શકીએ છે.
ક્રિકેટરો સિવાય દુનિયાભરના દિગ્ગજ ફૂટબોલર પણ આ લડાઈમાં આગળ આવ્યા છે. મેસીએ કોરોના વિરુદ્ધ લડાઈ માટે 10 લાખ યૂરો દાન આપવાનો નિર્ણય લીધો છે. જ્યારે રોનાલ્ડોએ પણ પોર્ટુગલના એક હોસ્પિટલમાં ત્રણ આઈસીયૂ યૂનિટ લગાવવાનો નિર્ણય કર્યો છે.
Coronavirus: પીવી સિંધુએ આંધ્રપ્રદેશ અને તેલંગણાના રાહત ફંડમાં પાંચ-પાંચ લાખ રૂપિયા કર્યા દાન
Coronavirus: બાંગ્લાદેશના 27 ખેલાડીઓએ પોતાની અડધી સેલેરી કરી દાન, કહ્યું- સાથે મળીને કોરોનાને હરાવીશું
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
26 Mar 2020 06:34 PM (IST)
બાંગ્લાદેશના 27 ક્રિકેટરોએ પોતાના 15 દિવસનો પગાર કોરોના વાયરસ સામે લડવા માટે દાન કરવાનો નિર્ણય કર્યો છે. ખાસ વાત એ છે કે 10 એવા ખેલાડીઓ છે કે, જેમની પાસે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડનો કોન્ટ્રાક્ટ નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -