ઇન્ડિયન પ્રીમિયર લીગ સીઝન 13ની દુબઇમાં મંગળવારે રમાયેલી ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2020 ની ફાઇનલ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને પાંચ વિકેટે હરાવી રેકોર્ડ પાંચમી વખત ખિતાબ જીત્યો છે. દિલ્હી કેપિટલ્સે જીતવા માટે 157 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.


જે મુંબઇ ઈન્ડિયન્સે આઠ બોલમાં બાકી રહેતા પ્રાપ્ત કરી લીધો હતો. રોહિત શર્માએ મુંબઇ તરફથી કપ્તાની ઇનિંગ રમી હતી, જેમાં તેણે 51 બોલમાં 5 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી શાનદાર 68 રન બનાવ્યા.

પાંચમી વખત ખિતાબ જીતનાર મુંબઈ ઇન્ડિયન્સની ટીમને કોવિડ 19ને કારણે નુકસાન ભોગવવું પડ્યું છે. આ વ્રષે વિજેતા બનવા પર મુંબઈ ઇન્ડિયન્સને 10 કરોડ રૂપિયાની ઇનામી રકમ મળી હતી, જ્યારે દિલ્હી કેપિટલ્સની ટીમને 6.25 કરોડ રૂપિયાની રકમ મળી હતી.

આઈપીએલની 13મી સીઝનમાં ત્રીજા ક્રમ પર સનરાઈઝર્સ હૈદ્રાબાદની ટીમ રહી, જ્યારે વિરાટ કોહલીની રોયલ ચેલેન્જર્સ બેંગલોહર ચોથા સ્થાન પર રહી હતી. આ બન્ને ટીમને 5-5 કરોડ રૂપિયાની ઇનામની રકમ મળી છે.

મુંબઈ ઇન્ડિયન્સને શું થયું નુકસાન

કોરોના વાયરસને કારણે બીસીસીઆઈએ આ વર્ષે આઈપીએલનું આયોજન કરવામાં અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. કોવિડ 19ને કારણે માત્ર ટૂર્નામેન્ટના આયોજનમાં જ 6 મહિનાનો વિલંબ થયો અને સાથે સાથે દર્શકોની એન્ટ્રી પ્રતિબંધ હોવાથી આઈપીએલથી થનારી કમાણી પણ ઘણી ઘટી ગઈ હતી.

ઉપરાં ચીન સાથે જૂન જુલાઈમાં થયેલ વિવાદને કારણે વીવો આઈપીએલના ટાઇટલ સ્પોન્સરમાંથી પાછળ હટી ગઈ હતી. બીસીસીઆઈએ ડ્રીમ ઇલેવનને નવા ટાઇટલ સ્પોન્સર તરીકે મળ્યા, પરંતુ વીવોના 450 કરોડ રૂપિયા સાથે ડ્રીમ ઇલેવેને એક સીઝન માટે 200 કરોડ રૂપિયા જ ચૂકવ્યા.

આ બધા નુકસાનને કારણે બીસીસીઆઈએ આ વર્ષે પ્રાઈસ મનીમાં 50 ટકાનો ઘટાડાની જાહેરાત કરી હતી. આ પહેલા આઈપીએલ ખિતાબ જીતનારી ટીમને 20 કરોડ રૂપિયા મળતા હતા, જ્યારે ઉપવિજેતાને 12.5 કરોડ અને ત્રીજા અને ચોથા સ્થાન પર રહેનારી બન્ને ટીમને 10-10 કરોડ રૂપિયા મળતા હતા.