મુંબઇઃ ક્રિકેટની દુનિયામાં ક્રિકેટનુ સૌથી નાનુ ફોર્મેટ ટી20 છે, અને આ ફોર્મેટમાં મેચ જોવી દરેકને ગમે છે. વિઝડન અને ક્રિકવિઝે બીજા પૉડકાસ્ટના બીજા પૉડકાસ્ટમાં આઇપીએલ ફ્રેન્ચાઇઝી મુંબઇ ઇન્ડિયન્સને ટી20 ફોર્મેટની સૌથી મહાન ટીમ તરીકે પસંદગી કરવામાં આવી છે.

ડેરેન ગંગા, ફ્રેડી વાઇલ્ડ અને હૉસ્ટ યશ રાણાએ મુંબઇ ઇન્ડિયન્સને આ ખિતાબથી નવાજી. મુંબઇ ઇન્ડિયન્સે બે વાર ટી20 વર્લ્ડ વિજેતા વેસ્ટ ઇન્ડિઝ, ચેન્નાઇ સુપર કિંગ્સ અને સિયાલકોટ સ્ટાલિન જેવી ટીમોને હરાવી છે.

વેસ્ટ ઇન્ડિઝના પૂર્વ દિગ્ગજ ખેલાડી ડેરેન ગંગાએ કહ્યું કે મુંબઇની ટીમ હાલના વર્ષોની એકદમ બેસ્ટ ટીમ છે, તેની રમવાની શૈલી વેસ્ટ ઇન્ડિઝ જેવી છે.



ગંગાએ કહ્યું કે હું પણ મુંબઇની ટીમની સાથે આવવાનુ પસંદ કરીશ. બે મુદ્દા વેલ્યૂ અને નેટ વર્થના મામલે મુંબઇની ટીમ બાકીને ટીમો પર ભારે પડે છે. મુંબઇની ઇન્ડિયન્સની વર્થ 115 મિલિયન ડૉલર છે. આનો દુનિયામાં કોઇ મુકાબલો નથી.

નોંધનીય છે કે, મુંબઇ ઇન્ડિયન્સની ટીમે ચાર વાર ઇન્ડિયન પ્રીમિયર લીગનુ ટાઇટલ જીત્યુ છે. મુંબઇએ પહેલીવાર 2013માં આઇપીએલ ટ્રૉફી જીતી હતી, બાદમાં મુંબઇ ઇન્ડિયન્સ 2015, 2017 અને 2019માં ટાઇટલ જીતવામાં સફળ રહ્યું. વળી ધોનીની આગેવાની વાળી ચેન્નાઇ સુપર કિંગ્સ ત્રણવાર આઇપીએલ ચેમ્પિયન બની ચૂકી છે.