નવી દિલ્હીઃ પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રીદી પણ કોરોનાની ઝપેટમાં આવી ગયો છે. પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રીદીએ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો અને આજે શાહિદ આફ્રીદીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. શાહિદ આફ્રીદી છેલ્લાં ઘણાં દિવસોથી બીમાર ચાલી રહ્યા હતા, અને આજે જ્યારે તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો તો તેણે આ વાતની જાણકારી આપી.

શાહિદ આફ્રીદીએ ટ્વીટ કરીને લખ્યું કે, હું ઘણાં દિવસોથી સારું અનુભવી રહ્યો ન હતો, આ કારણે મેં મારો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. દુર્ભાગ્યથી મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મારા સારા સ્વાસ્થ્યને લઈને પ્રાર્થના કરો.


પોતાની તોફાની બેટિંગ માટે જાણીતા આફ્રીદી સશિયલ મીડિયા ઘણાં એક્ટિવ રહે છે. તે પોતાના નિવેદનોને લઈને પણ ચર્ચામાં રહે છે. આફ્રીદીએ વિતેલા દિવસોમાં કાશ્મીર અને પીએમ મોદી વિરૂદ્ધ વિવાદિત ટીપ્પણી કરી હતી, ત્યાર બાદ પૂર્વ ભારીતય ખેલાડીઓ યુવરાજ સિંહ અને હરભજન સિંહે તેની સાથે સંબંધ તોડી નાંખ્યા હતા.