PM Modi Gujarat Visit: પીએમ મોદી 8-9 માર્ચે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. 8 માર્ચે રાત્રે 8 કલાકે અમદાવાદ પીએમ મોદી અમદાવાદ આવશે. ગાંધીનગરમાં રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે. 9 માર્ચે સવારે 8 કલાકે પીએમ મોદી અમદાવાદ આવવા રવાના થશે. અમદાવાદના નરેંદ્ર મોદી સ્ટેડિયમ તેઓ ઓસ્ટ્રેલિયાના પીએમ સાથે ટેસ્ટ મેચ નિહાળશે. 10 વાગે પીએમ મોદી ગાંધીનગર જવા રવાના થશે. જ્યાં બપોરે 2 વાગ્યા સુધી રાજભવનમાં રોકાશે અને 2 વાગ્યા બાદ દિલ્લી જવા રવાના થશે.


ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 9 માર્ચથી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી અને અંતિમ ટેસ્ટ રમાશે. બંને પીએમ ટોસ સમયે મેદાનમાં જોવા મળે અને કોમેન્ટરી કરે તેવી શક્યતા છે.


અમદાવાદમાં કેવો છે ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ


અમદાવાદમાં આવેલા વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં 9મી માર્ચથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે શ્રેણીની ચોથી અને આખરી ટેસ્ટ મેચ રમાશે. ભારત અને ઓસ્ટ્રેલિયા અમદાવાદમાં પહેલીવાર ટેસ્ટમાં આમને – સામને ટકરાશે. ટીમ ઈન્ડિયાએ અમદાવાદના મેદાન પર શાનદાર દેખાવ કરીને આગવું પ્રભુત્વ જમાવ્યું છે. ભારત અમદાવાદમાં છેલ્લા 15 વર્ષથી એક પણ ટેસ્ટ મેચ હાર્યું નથી. આ સમયગાળામાં અમદાવાદમાં રમાયેલી પાંચમાંથી ત્રણ ટેસ્ટમાં ભારત વિજેતા બન્યું છે. જ્યારે બે ટેસ્ટ ડ્રોમાં રહી છે.  ટીમ ઈન્ડિયા 1983થી અત્યાર સુધી રમાયેલી 14માંથી છ ટેસ્ટમાં જીત હાંસલ કરી છે. જ્યારે માત્ર બે ટેસ્ટમાં પરાજય થયો છે. નોંધપાત્ર બાબત એ છે કે અમદાવાદમાં રમાયેલી છેલ્લી ત્રણેય ટેસ્ટ ભારત જીત્યું છે. અમદાવાદના સ્ટેડિયમનું નવીનીકરણ કરીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરવામાં આવ્યું તે પછી અહીં રમાયેલી બંને ટેસ્ટ ભારત જીત્યું છે. અમદાવાદનું સ્ટેડિયમ લોકલ બોય અક્ષર પટેલ માટે ફેવરિટ છે. બે ટેસ્ટમાં તેણે 20 વિકેટ ઝડપી છે.


સટ્ટોડિયા પર નજર રાખવા વિવિધ એજન્સીઓને એલર્ટ કરવામાં આવી


નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે 9 માર્ચથી શરૂ થનારી ગાવસ્કર-બોર્ડર ટ્રોફીની ચોથી મેચ દરમિયાન ગુજરાત સહિત  અન્ય રાજ્યોમાથી મોટાપાયે બુકીઓ પ્રેક્ષક તરીકે આવીને લાઇવ સટ્ટો રમાડવા હોવાની માહિતી મળતા બુકીઓને ઝડપી લેવા સ્ટેટ મોનીટરીંગ સેલઅમદાવાદ ક્રાઇમ બ્રાંચ સહિતની વિવિધ એજન્સીઓ એલર્ટ મોડમાં આવી ગઇ છે. મોટેરામાં આવેલા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં છેલ્લે રમાયેલી મેચમાં પંજાબહરિયાણામહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાંથી આવેલી સાતથી વધુ મોટા બુકીઓ ક્રિકેટ સટ્ટો રમાડતા ઝડપાયા હતા. ત્યારે 9મી માર્ચના રોજ રમાનારી મેચમાં અનેક બુકીઓએ ટિકિટ બુક કરાવી હોવાની માહિતી  પોલીસની વિવિધ એજન્સીઓને મળી છે. જેમાં બુકી ટીવી કરતા 20 થી 25 સેકન્ડના ડીફરન્સના આધારે લાઇવ સટ્ટો રમીને તગડો કારોબાર કરવાની ગણતરી સાથે આવતા હોય છે. જેથી બુકીઓ પર નજર રાખવા માટે સ્ટેટ મોનીટરીંગ સેલઅમદાવાદ શહેર ક્રાઇમ બ્રાંચસાયબર સેલ સહિતના સ્ટાફ દ્વારા ટેકનીકલ સર્વેલન્સ કરતી ટીમ ઉપરાંતહ્યુમન રિસોર્સનો ઉપયોગ કરીને કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં પોલીસ કર્મચારીઓ પ્રેક્ષક બનીને નજર રાખશે.