નવી દિલ્હીઃ ન્યૂઝિલેન્ડના દિગ્ગજ ખેલાડી રોઝ ટેલરે ક્રિકેટને અલવિદા કરી દીધું છે. 37 વર્ષના ટેલરે ગુરુવારે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી નિવૃતિની જાહેરાત કરી છે.






રોઝ ટેલરે કહ્યું કે તે પોતાના ઘરમાં યોજાનારી આગામી બે સીરિઝ રમવા માંગે છે. આ બન્ને સીરિઝ બાંગ્લાદેશ અને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધની છે. અગાઉ બાંગ્લાદેશ વિરુદ્ધ બે ટેસ્ટની સીરિઝ રમશે. બાદમાં ન્યૂઝિલેન્ડ પોતાની ધરતી પર ઓસ્ટ્રેલિયા અને નેધરલેન્ડ સામે પાંચ વન-ડેની સીરિઝ રમશે. એવામાં રોઝ ટેલરની અંતિમ મેચ ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે હોઇ શકે છે. રોઝ ટેલરે સોશિયલ મીડિયા પરથી પોસ્ટમાં લખ્યું કે આજે હું હોમ સમર બાદ ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃતિની જાહેરાત કરું છું. બાંગ્લાદેશ વિરુદ્ધ ટેસ્ટ સીરિઝ અને બાદમાં ઓસ્ટ્રેલિયા અને નેધરલેન્ડ સામે છ વન-ડે અંતિમ મેચ હશે. 17 વર્ષ સુધી મને સપોર્ટ કરવા બદલ આભાર. દેશ માટે રમવું ગર્વની વાત છે.






ન્યૂઝિલેન્ડના આ ખેલાડીએ પોતાના ઇન્ટરનેશનલ કરિયરમાં કુલ 445 મેચ રમી છે જેમાં કુલ 40 સદી છે. જેમાં ટેલરે 110 ટેસ્ટમાં 7584 અને 233 વન-ડેમાં 8581 રન બનાવ્યા છે. તે સિવાય તેણે 102 ટી-20 મેચમાં 1909 રન બનાવ્યા છે. ટેલરે ટેસ્ટમાં 19 અને વન-ડેમા 21 સદી ફટકારી છે. તે હજુ પણ બે ટેસ્ટ અને પાંચ વન-ડે રમશે.