નવી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડના હાથે સતત બીજી ટેસ્ટમાં પણ હારની સાથે ટીમ ઇન્ડિયાએ સીરીઝ 2-0થી ગુમાવી દીધી છે. આ સાથે કિવી ટીમે ટીમ ઇન્ડિયાને 0-2થી વ્હાઇટવૉશ કરી દીધુ છે. ક્રાઇસ્ટચર્ચમાં રમાયેલી બીજી ટેસ્ટમાં કિવીઓએ વિરાટ સેનાને 7 વિકેટથી માત આપી છે. આ પહેલા કિવી ટીમે ભારતીય ટીમને પ્રથમ ટેસ્ટમાં 10 વિકેટથી હાર આપી હતી. કિવી ટીમે દુનિયાની નંબર વન ટેસ્ટ ટીમને માત આપી છે.


ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં ટી20 સીરીઝ 5-0થી જીત્યા બાદ ભારતીય ટીમને વનડેમાં પણ કિવીઓ તરફથી 0-3થી વ્હાઇટ વૉશનો સામનો કરવો પડ્યો હતો, હવે ટેસ્ટમાં પણ 0-2થી વ્હાઇટ વૉશનો સામનો કરવો પડ્યો છે. વિરાટ કોહલી એન્ડ કંપની માટે આ શરમજનક વાત બની છે.

બીજી ઇનિંગમાં કિવી ટીમને ભારત તરફથી જીતવા માટે 132 રનોનો ટાર્ગેટ મળ્યો હતો. જેને કિવી ટીમે 7 વિેકેટે હાંસલ કરી દીધો હતો. બીજી ઇનિંગમાં કિવી ટીમ તરફથી ટૉમ લાથમ 52 રન અને ટૉમ બ્લંડેલે 55 રનની ઉપયોગી ઇનિંગ રમી હતી. ન્યૂઝીલેન્ડે 36 ઓવર રમી હતી, જેમાં વિકેટ ગુમાવીને 132 રનનો ટાર્ગેટ હાંસલ કર્યો હતો.

આ પહેલા બીજી ટેસ્ટમાં ભારતીય ટીમે પહેલી ઇનિંગમાં 242 રન બનાવ્યા હતા, બાદમાં ન્યૂઝીલેન્ડની ઇનિંગ 235 રન પર ઓલઆઉટ થઇ ગઇ હતી. આ સાથે જ ભારતીય ટીમ પ્રથમ ઇનિંગમાં કિવી ટીમ પર સાત રનની લીડ મેળવી હતી.

બાદમાં બીજી ઇનિંગમાં બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઇન્ડિયા ફરી એકવાર કંગાળ પ્રદર્શન સાથે માત્ર 124 રન જ બનાવી શકી હતી. 124 રન સાથે બીજી ઇનિંગમાં ઓલઆઉટ થયા બાદ કિવી ટીમને જીત માટે માત્ર 132 રનોનો જ ટાર્ગેટ મળ્યો હતો. જેને કિવી ટીમે માત્ર 7 વિકેટથી હાંસલ કરી દીધો હતો.