Trent Boult will play 2023 ODI World Cup: ઇન્ડિયન પ્રીમિયર લીગની 16મી સીઝનમાં રાજસ્થાન રોયલ્સ તરફથી રમી રહેલા ન્યૂઝીલેન્ડના ઝડપી બોલર ટ્રેન્ટ બોલ્ટ આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનાર 2023 વન-ડે વર્લ્ડ કપમાં રમતો જોવા મળશે. ન્યૂઝીલેન્ડ ક્રિકેટના સીઈઓએ આ વાતની પુષ્ટી કરી હતી.
SENZ રેડિયો અનુસાર, ન્યૂઝીલેન્ડ ક્રિકેટના CEOએ પુષ્ટી કરી છે કે ટ્રેન્ટ બોલ્ટ 2023 વન-ડે વર્લ્ડકપમાં કિવી ટીમનો ભાગ હશે. આ પહેલા બોલ્ટે પોતે વર્લ્ડ કપમાં રમવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
IPL 2023ની વચ્ચે ટ્રેન્ટ બોલ્ટે કહ્યું હતું કે તે હજુ પણ ન્યૂઝીલેન્ડ તરફથી ક્રિકેટ રમવાની ઈચ્છા ધરાવે છે. બોલ્ટે પરિવાર સાથે સમય પસાર કરવા અને ફ્રેન્ચાઈઝી ક્રિકેટ માટે ઓગસ્ટ 2022માં ન્યૂઝીલેન્ડ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ છોડવાનો નિર્ણય કર્યો હતો.
ટ્રેન્ટ બોલ્ટે 'ESPNcricinfo'ને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તે હજુ પણ ન્યૂઝીલેન્ડ માટે રમવા માંગે છે. તેણે કહ્યું હતું કે “હું હજુ પણ ન્યૂઝીલેન્ડ તરફથી રમવા માંગુ છું અને આ મારી ઈચ્છા છે. હું નસીબદાર છું કે હું ન્યૂઝીલેન્ડ માટે 13 વર્ષ રમ્યો અને હું વર્લ્ડ કપમાં પણ રમવા માંગુ છું.
ટ્રેન્ટ બોલ્ટે 2011માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું.
નોંધનીય છે કે લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટે 2011માં ન્યૂઝીલેન્ડ તરફથી આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કર્યું હતું. ડિસેમ્બર 2011માં બોલ્ટે તેની પ્રથમ ટેસ્ટ રમી હતી. આ પછી જૂલાઈ 2012માં બોલ્ટને વન-ડે ક્રિકેટમાં તક મળી અને પછી ફેબ્રુઆરી 2013માં બોલ્ટે T20 ઈન્ટરનેશનલમાં ડેબ્યૂ કર્યું હતુ.
બોલ્ટે ન્યૂઝીલેન્ડ માટે 78 ટેસ્ટ, 99 વનડે અને 55 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. બોલ્ટના નામે ટેસ્ટમાં 317, વનડેમાં 187 વિકેટ અને T20 આંતરરાષ્ટ્રીયમાં 74 વિકેટ છે.
IPL 2023: આ સિઝનમાં આ 5 અનકેપ્ડ ભારતીય ખેલાડીઓએ મચાવી છે ધમાલ, જલદી ટીમ ઇન્ડિયામાં મળશે એન્ટ્રી
Top-5 Uncapped Indian Players In IPL 2023: આઈપીએલની 16મી સિઝન અત્યારે ચાલી રહી છે, આ સિઝનમાં ઘણાબધા ક્રિકેટરો પોતાનો કમાલ બતાવી રહ્યાં છે, આમા ખાસ વાત છે કે, આમાં સૌથી વધુ ઘાતક અનકેપ્ડ ક્રિેકેટરો દેખાઇ રહ્યાં છે. ટૂર્નામેન્ટ જેમ જેમ આગળ વધી રહી છે, તેમ તેમ ભારતના અનકેપ્ડ ખેલાડીઓ ધાર પકડી રહ્યાં છે. આ વખતે કેટલાક ખેલાડીઓ ટૉપ પરફોર્મન્સ કરી રહ્યાં છે, આમાં અહીં તમને ટૉપ 5 ભારતીય અનકેપ્ડ ક્રિકેટરો વિશે બતાવી રહ્યાં છીએ, જે હાલમાં જબરદસ્ત ધમાલ મચાવી રહ્યાં છે અને ગમે તે સમયે ટીમ ઇન્ડિયામાં એન્ટ્રી થઇ શકે છે. જુઓ અહીં તે કોણ કોણ છે....
1 જીતેશ શર્મા -
પંજાબ કિંગ્સ તરફથી રમી રહેલા વિકેટકીપર બેટ્સમેન જીતેશ શર્માએ અત્યાર સુધી પોતાની ફાસ્ટ બેટિંગથી બધાને પ્રભાવિત કર્યા છે. જીતેશ આ સિઝનમાં 160થી વધુની સ્ટ્રાઈક રેટથી રન બનાવી રહ્યો છે. અત્યાર સુધી 11 મેચોની 11 ઇનિંગ્સમાં તેને 26ની એવરેજ અને 160.49ની સ્ટ્રાઇક રેટથી 260 રન બનાવ્યા છે. જીતેશે ગઇ સિઝન એટલે કે IPL 2022માં ડેબ્યૂ કર્યું હતું.
2 તિલક વર્મા -
મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમી રહેલા તિલક વર્માએ આઈપીએલ 2023માં ટીમ માટે અત્યાર સુધી કેટલીય શાનદાર ઈનિંગ્સ રમી છે. તિલકે અત્યાર સુધી 9 મેચ રમી છે, જેમાં તેને બેટિંગ કરતી વખતે 45.67ની એવરેજ અને 158.38ની સ્ટ્રાઈક રેટથી 274 રન બનાવ્યા છે. આમાં તેનો સર્વોચ્ચ સ્કૉર 84* રહ્યો છે. તિલકે ગઇ સિઝન (IPL 2022)માં ડેબ્યૂ કર્યું હતું અને પહેલી જ સિઝનમાં તેને 397 રન બનાવીને બધાને ચોંકાવી દીધા હતા
3 યશસ્વી જયસ્વાલ -
IPL 2023માં અત્યાર સુધીમાં બે સદી ફટકારવામાં આવી છે, જેમાં બીજી સદી રાજસ્થાન રૉયલ્સના ઓપનર બેટ્સમેન યશસ્વી જાયસ્વાલે ફટકારી છે. જાયસ્વાલે ટીમ માટે શાનદાર ઇનિંગ રમી છે. સદી ઉપરાંત તેને 3 અર્ધસદી પણ ફટકારી છે. જાયસ્વાલે અત્યાર સુધી રમાયેલી 11 મેચોમાં 43.36ની એવરેજ અને 160.61ની શાનદાર સ્ટ્રાઈક રેટથી 477 રન બનાવ્યા છે. જાયસ્વાલે સિઝનમાં 62 ચોગ્ગા અને 21 છગ્ગા ફટકાર્યા છે.
4 તુષાર દેશપાંડે -
ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમી રહેલા ફાસ્ટ બૉલર તુષાર દેશપાંડેએ અત્યાર સુધીના પોતાના પ્રદર્શનથી બધાને મંત્રમુગ્ધ કર્યા છે. તુષાર હાલમાં 19 વિકેટ સાથે ટૂર્નામેન્ટમાં ત્રીજો સૌથી વધુ વિકેટ લેનાર બૉલર બની ગયો છે. અત્યાર સુધી રમાયેલી 12 મેચોમાં તેને 21.79ની એવરેજથી 19 વિકેટો ઝડપી છે. આ દરમિયાન તેની ઇકોનૉમી 10.02ની રહી છે.
5 સુયેશ શર્મા -
કોલકતા નાઈટ રાઈડર્સ તરફથી રમી રહેલા સ્ટાર સ્પિનર સુયેશ શર્મા પોતાની પ્રથમ આઈપીએલ સિઝન રમી રહ્યો છે, અને પહેલી જ સિઝનમાં તેને શાનદાર પ્રદર્શનથી બધાને દિવાના બનાવી દીધા છે. સુયેશે અત્યાર સુધી રમાયેલી કુલ 8 મેચમાં 25.80ની એવરેજથી 10 વિકેટો ઝડપી છે. આ દરમિયાન તેની ઇકોનૉમી 8.06ની રહી છે