India vs New Zealand Test: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. વરસાદના કારણે પ્રથમ દિવસની મેચ એક પણ બોલ રમ્યા વિના રદ કરવામાં આવી હતી. આ ટેસ્ટ અને સિરીઝ ન્યૂઝીલેન્ડ માટે ઘણી મહત્વની રહેશે. આ શ્રેણી દ્વારા ન્યુઝીલેન્ડ 36 વર્ષથી ચાલી રહેલા વિજય દુષ્કાળને ખતમ કરવા માંગશે.
તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયા 2012થી ઘરની ધરતી પર કોઈ ટેસ્ટ સિરીઝ હારી નથી. જ્યારે ન્યુઝીલેન્ડે છેલ્લે 36 વર્ષ પહેલા 1988માં ભારતીય ધરતી પર ટેસ્ટ જીતી હતી. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે આ વખતે ન્યુઝીલેન્ડ વર્ષોથી ચાલી રહેલા દુષ્કાળને ખતમ કરવામાં સક્ષમ છે કે કેમ.
ટીમ ઈન્ડિયાએ તાજેતરમાં બાંગ્લાદેશ સામેની 2 મેચની ટેસ્ટ શ્રેણીમાં 2-0થી જીત મેળવી હતી. ચેન્નાઈમાં રમાયેલી શ્રેણીની પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશ સામે 280 રને જીત મેળવી હતી. ત્યારબાદ કાનપુરમાં રમાયેલી બીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાએ 7 વિકેટે જીત મેળવી હતી. ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં પણ બાંગ્લાદેશ સામેની જીતથી મળેલી ગતિને જાળવી રાખવા માંગશે.
બંને ટીમો વચ્ચે પ્રથમ ટેસ્ટ 1955માં રમાઈ હતી
તમને જણાવી દઈએ કે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ 1955માં 19 થી 24 નવેમ્બરની વચ્ચે રમાઈ હતી. બંને વચ્ચે પહેલી લાલ બોલની રમત હૈદરાબાદમાં રમાઈ હતી. આ ટેસ્ટ ડ્રોમાં સમાપ્ત થઈ. ત્યારબાદ બંને ટીમો 2 થી 7 ડિસેમ્બર 1988 દરમિયાન બ્રેબોર્ન સ્ટેડિયમમાં બીજી ટેસ્ટ માટે સામસામે આવી હતી. ટીમ ઈન્ડિયાએ આ મેચ એક દાવ અને 27 રને જીતી લીધી હતી. બંને ટીમો વચ્ચે છેલ્લી ટેસ્ટ શ્રેણી 2021-22માં રમાઈ હતી. ટીમ ઈન્ડિયાએ બે મેચની ટેસ્ટ શ્રેણીમાં 1-0થી જીત મેળવી હતી.
તાજેતરમાં ભારતીય ટીમ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 3 મેચની ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે. તેની પ્રથમ મેચ બુધવાર (16 ઓક્ટોબર)થી બેંગલુરુમાં યોજાવાની હતી પરંતુ વરસાદને કારણે પ્રથમ દિવસની રમત સંપૂર્ણપણે ધોવાઈ ગઈ હતી. પ્રથમ દિવસે ટોસ પણ થયો ન હતો.
પ્રથમ દિવસ ધોવાઈ જવાને કારણે બીજા દિવસે ટોસ થશે. તેમજ બીજા દિવસની રમત 15 મિનિટ વહેલા શરૂ થશે. બીજા દિવસની રમત માટે પ્રથમ અને બીજા સત્રમાં વધુ 15 મિનિટ ઉમેરવામાં આવશે. જો બેંગલુરુ ટેસ્ટના બીજા દિવસે બધું બરાબર રહ્યું તો 98 ઓવરની રમત રમાશે.
આ પણ વાંચો : IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાંથી શુભમન ગીલે કેમ કરાયો બહાર, BCCIએ કર્યો ખુલાસો