T20 WC, NZ vs SCO: T20 વર્લ્ડકપમાં આજે સ્કોટલેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં મુકાબલો રમાઈ રહ્યો છે. મેચમાં સ્કોટલેન્ડે ટોસ જીતીને બોલિંગ કરવાનો ફેંસલો કર્યો હતો. ન્યૂઝીલેન્ડે 20 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 172 રન બનાવ્યા હતા.


વિલિયમસન ખાતું પણ ન ખોલી શક્યો


ન્યૂઝીલેન્ડે ધીરજપૂર્વક ઈનિંગની શરૂઆત કરી હતી. પ્રથમ વિકેટ માટે ઓપનર્સે 35 રનની પાર્ટનરશિપ કરી હતી. જે બાદ કેન વિલિયમસન મેદાનમાં આવ્યો હતો. તે ખાતું પણ ખોલી શક્યો નહોતો. ડેવોન કોન્વે 1 રન બનાવી આઉટ થતાં ન્યૂઝીલેન્ડનો સ્કોર 3 વિકેટના નુકસાન પર 153 રન થઈ ગયો હતો. જે બાદ માર્ટિન ગપ્ટિલ અને ગ્લેન ફિલિપ્સે 100 રનની પાર્ટનરશિપ કરી હતી.


માર્ટિન ગપ્ટિલે ધમાકેદાર ઈનિંગ રમતાં 56 બોલમાં 93 રન બનાવ્યા હતા. જેમાં તેણે છ ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા હતા. ગ્લેન ફિલિપ્સે 33 રન બનાવ્યા હતા.


ન્યૂઝીલેન્ડની ટીમઃ માર્ટિન ગપ્ટિલ, ડેરેલ મિચેલ, કેન વિલિયમસન. ડેવોન કોન્વે, ગ્લેન ફિલિપ્સ, જેમ્સ નિશામ, મિચેલ સેન્ટનર, એડમ મિલ્ને, ટીમ સાઉથી, ઈશ સોઢી, ટ્રેન્ટ બોલ્ટ