નવી દિલ્હીઃ એકસમયના ટીમ ઇન્ડિયાનુ કરોડરજ્જૂ ગણાતા બે અનુભવી ખેલાડીઓને હવે મેનેજમેન્ટ બહાર કરવાના મૂડમાં છે. ટી20 વર્લ્ડકપમાં ઉપરાછાપરી મળી રહેલી હારથી મેનેજમેન્ટ ગિન્નાયુ છે, વિરાટ કોહલીની આગેવાની વાળી ટીમ પહેલા પાકિસ્તાન સામે અને પછી ન્યૂઝીલેન્ડ સામે  મેચ હારને લગભગ સેમિ ફાઇનલની રેસમાંથી બહાર થઇ ગયુ છે. રિપોર્ટ છે કે, હવે ટીમમાં મોટા ફેરફાર થવા જઇ રહ્યા છે, તે પ્રમાણે માની શકાય કે હાર્દિક પંડ્યા અને ભૂવનેશ્વર કુમારનને ટીમમાંથી બહારનો રસ્તો બતાવવામાં આવી શકે છે. છેલ્લા ઘણા સમયથી બન્ને ખેલાડીઓ કંઇ ખાસ પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યાં છે, જોકે, એકસમયે બન્ને ટીમના ખાસ મેચ વિનર ગણાતા હતા. કેપ્ટન કોહલી પણ આ બે ખેલાડીઓને હવે બચાવવાના મૂડમાં નથી, કેમ કે ખુદ કેપ્ટનની કેપ્ટનશીપ પણ જોખમમાં મુકાઇ ગઇ છે.


મીડિયા રિપોર્ટ્સનુ માનીએ તો બન્ને છેલ્લા કેટલાય સમયથી ફોર્મ મેળવવા ઝઝૂમી રહ્યાં છે, અને ફિટનેસ અને પરફોર્મન્સને લઇને વધારે પડતી તક આપવા છતાં કોઇ ખાસ પ્રભાવ પાડી શક્યા નથી. રિપોર્ટ છે કે, ટીમમાં બે યુવાઓની તેમની જગ્યાએ એન્ટ્રી થઇ શકે છે. આઇપીએલમાં ધમાલ મચાનારા સીએસકેના ઓપનર  બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડ અને દિલ્હી કેપિટલ્સના સ્ટાર બૉલર ગણાતા આવેશ ખાનને ટીમ ઇન્ડિયામાં સામેલ કરવામાં આવી શકે છે. આ બન્ને ખેલાડીઓએ મેનેજમેન્ટને પ્રભાવિત કર્યુ છે. 




હાર્દિક પંડ્યાનુ ફોર્મ ચિંતાનો વિષય- 
ભારતીય ટીમમાં વાપસી કરીને હાર્દિક પંડ્યા કંઇ ખાસ કરી શક્યો નથી. પાકિસ્તાન સામે બેટિંગમાં નિષ્ફળ રહ્યો અને બાદમાં ન્યૂઝીલેન્ડ સામે પણ નિષ્ફળ રહ્યો, જોકે બે ઓવર બૉલિંગ કરીને પણ કંઇ ખાસ પ્રભાવ પાડી શક્યો નહીં. પંડ્યાએ 2 ઓવરમાં 17 રન કર્યા હતા. તે બેટિંગમાં પણ કંઈ ખાસ ધમાલ ન હતી કરી શક્યો. બન્ને મેચોમાં પંડ્યાની બેટિંગથી 34 રન આવ્યા.


ભુવનેશ્વરની બૉલિંગમાં નથી રહ્યો દમ -
હાર્દિકની જેમ જ ભુવનેશ્વર પણ છેલ્લા 1 વર્ષથી ફોર્મ અને ફિટનેસ સામે ઝઝૂમી રહ્યો છે. ટી20 વર્લ્ડકપમાં પાકિસ્તાન સામે કંઈ ખાસ કમાલ ના કરી શક્યો.