New Zealand Team For T20 World Cup 2024: ક્રિકેટ ન્યૂઝીલેન્ડે ટી20 વર્લ્ડકપ 2024 માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. કેન વિલિયમસનને ટૂર્નામેન્ટની કમાન સોંપવામાં આવી છે. ન્યૂઝીલેન્ડે તાજેતરમાં જ પાકિસ્તાન સામે પાંચ મેચની ટી20 સીરીઝ રમી હતી. જો કે સંપૂર્ણ ટીમ સાથેની ટીમ પાકિસ્તાન પ્રવાસ પર ગઈ ન હતી. T20 વર્લ્ડકપ માટે કેપ્ટન તરીકે નિયુક્ત કરાયેલા કેન વિલિયમસન હાલમાં IPL 2024 માટે ભારતમાં છે. વિલિયમસન ગુજરાત ટાઇટન્સનો ભાગ છે.


ICCએ ટીમોની જાહેરાત માટે 1 મેની અંતિમ તારીખ નક્કી કરી છે, પરંતુ ન્યૂઝીલેન્ડે તે પહેલા 29 એપ્રિલ (સોમવારે) ટીમની જાહેરાત કરી હતી. T20 વર્લ્ડકપની વાત કરીએ તો ટૂર્નામેન્ટ 1 જૂનથી શરૂ થશે, જે અમેરિકા અને કેરેબિયન દેશોમાં રમાશે.


T20 વર્લ્ડકપ 1 જૂનથી શરૂ થશે, પરંતુ ન્યૂઝીલેન્ડ 7 જૂનથી તેનું અભિયાન શરૂ કરશે. ટૂર્નામેન્ટમાં કિવી ટીમ તેની પ્રથમ મેચ ગુયાનામાં અફઘાનિસ્તાન સામે રમશે. ન્યૂઝીલેન્ડ ગ્રુપ-સીમાં અવેલેબલ છે.






અનુભવી અને યુવા ખેલાડીઓનું છે સંતુલન 
વર્લ્ડકપ માટે ન્યૂઝીલેન્ડની ટીમમાં અનુભવી અને યુવા ખેલાડીઓનું સારું સંતુલન જોવા મળી રહ્યું છે. ટીમમાં કેન વિલિયમસન, ટ્રેન્ટ બૉલ્ટ, ટિમ સાઉથી અને ડેરિલ મિશેલ જેવા અનુભવી ખેલાડીઓ છે. આ સિવાય માર્ક ચેપમેન અને રચિન રવિન્દ્ર જેવા યુવા ખેલાડીઓને પણ તક આપવામાં આવી છે. રચિન રવિન્દ્ર પણ ODI વર્લ્ડકપ 2023માં ન્યૂઝીલેન્ડનો ભાગ હતો. રચિન આ દિવસોમાં IPL 2024 માટે ભારતમાં છે. તે ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમી રહ્યો છે.


ટી20 વર્લ્ડકપ માટે ન્યૂઝીલેન્ડની ફૂલ સ્ક્વૉડ 
વિલિયમસન (કેપ્ટન), ફિન એલન, ટ્રેન્ટ બૉલ્ટ, માઈકલ બ્રેસવેલ, માર્ક ચેપમેન, ડેવોન કૉનવે, લૉકી ફર્ગ્યૂસન, મેટ હેનરી, ડેરીલ મિશેલ, જેમ્સ નીશમ, ગ્લેન ફિલિપ્સ, રચિન રવિન્દ્ર, મિશેલ સેન્ટનર, ઈશ સોઢી અને ટીમ સાઉદી.