Tri Series Final: ન્યૂઝીલેન્ડે બુધવારે ક્રાઇસ્ટચર્ચમાં રમાયેલી T20 મેચ જીતીને ટ્રાઇ સિરીઝની ફાઇનલમાં સ્થાન મેળવી લીધુ છે. ન્યૂઝીલેન્ડે અહીં બાંગ્લાદેશને 48 રનથી હરાવ્યું હતું. આ મેચમાં બાંગ્લાદેશની હારને કારણે પાકિસ્તાનની ટીમ પણ આ સીરિઝની ફાઇનલમાં પહોંચી ગઇ છે. બંને ટીમો વચ્ચે 14 ઓક્ટોબરે ફાઇનલ મેચ રમાશે.






ગ્લેન ફિલિપ્સની તોફાની ઇનિંગ્સ


ટ્રાઇ સીરિઝની ચોથી મેચમાં બાંગ્લાદેશ સામે પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડે 5 વિકેટ ગુમાવીને 208 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. ટોચના ચાર બેટ્સમેનોએ ઝડપી ઈનિંગ્સ રમી હતી. ફિન એલને 19 બોલમાં 32, ડેવોન કોનવેએ 40 બોલમાં 64, માર્ટિન ગુપ્ટિલે 27 બોલમાં 34 અને ગ્લેન ફિલિપ્સે 24 બોલમાં 60 રન બનાવ્યા હતા. જવાબમાં બાંગ્લાદેશની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટે 160 રન જ બનાવી શકી હતી. એકમાત્ર કેપ્ટન શાકિબ અલ હસને 44 બોલમાં 70 રન ફટકાર્યા હતા.






ન્યૂઝીલેન્ડે 4માંથી 3 મેચ જીતી હતી


ન્યૂઝીલેન્ડે આ સીરિઝની ચારમાંથી ત્રણ મેચ જીતીને ફાઈનલમાં સ્થાન મેળવ્યું છે. કિવી ટીમે બાંગ્લાદેશ સામેની બંને મેચ જીતી હતી, જ્યારે પાકિસ્તાન સામે એક હાર મળી અને એક મેચમાં જીત મેળવી હતી. પાકિસ્તાને આ શ્રેણીમાં ત્રણમાંથી બે મેચ જીતી હતી. પાકિસ્તાનની બાંગ્લાદેશ સામે એક મેચ બાકી છે. આ મેચ આવતીકાલે રમાશે. બાંગ્લાદેશની ટીમ તેની ત્રણમાંથી એકપણ મેચ જીતી શકી નથી.


Watch: સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં IPLના બે સ્ટાર ખેલાડીઓ વચ્ચે થઈ બોલાચાલી, કૃણાલ વચ્ચે પડ્યો, જુઓ વીડિયો


Cricket: ભારતના આ બેટ્સમેને 200ની સ્ટ્રાઇક રેટથી ફટકારી તાબડતોડ સદી, લોકો રહી ગયા જોતા, જુઓ........