મુંબઈઃ ક્રિકેટ મેચોમાં અનેક વિચિત્ર ઘટના બને છે. આવી જ એક વિચિત્ર ઘટના ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં બની હતી. આ ઘટનામાં નો-બોલ અને વાઈડ બોલ ના હોય એવા બોલ પર બાંગ્લાદેશની ટીમે 7 રન આપી દીધા.
નો-બોલ હોય ને સિક્સર વાગે તો એક બોલમાં 7 રન બની શકે પણ નો બોલ ના હોય ને સિક્સર પણ ના વાગી હોય છતાં નો એક જ બોલમાં 7 રન કઈ રીતે બની ગયા એ સવાલ થાય એ સ્વાભાવિક છે. આ ઘટનામાં બેટ્સમેન દોડીને ત્રણ રન પૂરા કર્યા પછી ઓવર થ્રોના 4 રન આવતાં નો-બોલ અને વાઈડ બોલ વગર એક જ બોલમાં 7 રન બનાવ્યા હતા.
ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે રવિવારથી શરૂ થયેલી બીજી ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ન્યૂઝીલેન્ડની ઇનિંગ્સની 26મી ઓવર ફાસ્ટ બોલર ઇબાદત હુસૈને નાખી હતી. આ ઓવરના છેલ્લા બોલ પર વિલ યંગે શોટ માર્યો હતો. શોટ બરાબર ના વાગતાં બોલ બીજી સ્લિપમાં પહોંચ્યો હતો પરંતુ ફિલ્ડરે કેચ છોડ્યો હતો.
ફિલ્ડરે કેચ છોડતાં બોલ થર્ડ મેન બાઉન્ડ્રી તરફ જતો હતો ત્યારે વિલ યંગ અને ટોમ લાથમ ત્રણ રન દોડ્યા હતા. બોલ બાઉન્ડરી લાઇનને અડકે એ પહેલાં તસ્કીન અહેમદે રોકીને બોલનો વિકેટકીપર તરફ થ્રો કર્યો હતો. વિકેટકીપર નુરુલ હસને બોલને બીજા છેડે ફેંક્યો હતો પરંતુ બોલર રોકી ના શકતાં બોલ બાઉન્ડરી બહાર જતો રહ્યો હતો. આમ, એક બોલ પર પહેલા વિલ યંગનો સરળ કેચ છૂટ્યો તેમાં ત્રણ રન દોડી ગયા ને પછી ઓવર થ્રોને કારણે ચાર રન મળ્યા.
પહેલા દિવસની રમતમાં ન્યૂઝીલેન્ડ ટીમના કેપ્ટન ટોમ લાથમે શાનદાર બેટિંગ કરતાં ટેસ્ટ ફોર્મેટમાં પોતાની 12મી સદી પૂરી કરી હતી. લાથમે 29 ઈનિંગ્સ બાદ ટેસ્ટમાં સદી ફટકારી હતી.
Best Mileage Bikes: આ છે શાનદાર માઇલેજ આપતી સસ્તી Bikes, ઓછા ખર્ચમાં ચાલશે વધારે કિલોમીટર
GAIL Jobs: સરકારી નોકરી મેળવવાનો મોકો, ચીફ મેનેજર અને સીનિયર ઓફિસરની ભરતી કરી રહી છે ગેલ ઇન્ડિયા
સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલું છે એ કેવડિયાનું નામ બદલીને શું કરાયું ? જાણો મહત્વના સમાચાર