IND vs SA: આગામી 11 જાન્યુઆરીથી ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ શરૂ થઇ રહી છે. ત્રણ ટેસ્ટ મેચોની ટેસ્ટ સીરીઝમાં પ્રથમ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાએ જીત મેળવી અને બાદમાં બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાએ વળતી લડત આપીને સીરીઝમાં 1-1થી બરાબરી કરી લીધી. હવે  ત્રીજી ટેસ્ટ કેપટાઉનમાં રમશા. આ ટેસ્ટમાં ભારત હારનો બદલો લેવા અને સીરીઝ જીતવાના ઇરાદે મેદાનમાં ઉતરશે. જાણો વિરાટની વાપસી બાદ કેવી હશે પ્લેઇંગ ઇલેવન.....


વિરાટ કોહલી ચોથા નંબર પર ઉતરશે તે નિશ્ચિત છે. પીઠની ઈજાને કારણે વિરાટ બીજી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો હતો. હવે વિરાટ ફરી એકવાર ત્રીજી ટેસ્ટમાં વાપસી કરી રહ્યો છે. વિરાટની વાપસીથી હનુમા વિહારીને બહાર થવુ પડશે. 


ભારતીય ટીમઃ- ત્રીજી ટેસ્ટ માટેની સંભવિત પ્લેઇંગ ઇલેવન
વિરાટ કોહલી (કેપ્ટન)
કેએલ રાહુલ
મયંક અગ્રવાલ
મોહમ્મદ શમી
જસપ્રિત બુમરાહ
ઉમેશ યાદવ
રવિચંદ્રન અશ્વિન
ઋષભ પંત
ચેતેશ્વર પુજારા
અજિંક્ય રહાણે
શાર્દુલ ઠાકુર


ઋષભ પંત માટે છેલ્લી તક 
જ્હોનિસબર્ગમાં હાર બાદ દ્રવિડે પંતને લઇને સવાલો કર્યા હતા. જોકે, દ્રવિડ હવે પંતને એક તક આપવા માટે મક્કમ છે. દ્રવિડના મતે જો પંત હવે નહીં ચાલે તો તેના માટે આ છેલ્લી તક બની રહેશે. દ્રવિડે પંતની પ્રસંશા પણ કરી છે, તેમને કહ્યું કે, પંત એક એવો ખેલાડી છે જે ઘડીકમાં મેચનુ પાસુ પલટી નાંખવામાં સક્ષમ છે. તેની લાંબી સિક્સરો હંમેશા વિરોધીઓ માટે માથાનો દુઃખાવો બને છે. પંતની બેટિંગને નજર અંદાજ કરી શકાય નહીં, તેને ટીમ માટે ઘણીવાર ઉપયોગી ઇનિંગ રમી છે. 


છેલ્લા કેટલાક સમયથી વિકેટકીપર બેટ્સમેને ઋષભ પંતે ટીમ ઈન્ડિયા માટે કોઇ મોટી ઈનિંગ્સ રમી નથી. તેનો સતત ફ્લોપ ટીમ માટે માથાનો દુખાવો બની ગયો છે. છેલ્લી 13 ઇનિંગ્સમાં આ ખેલાડીએ માત્ર એક જ અડધી સદી ફટકારી છે. પરંતુ આ સમયે તે ભારતનો નંબર વન વિકેટ કીપર બેટ્સમેન છે. તે લાંબી સિક્સર મારવા માટે જાણીતો છે. છઠ્ઠા નંબર પર તેનું ઉતરાણ નિશ્ચિત છે. પંત થોડી જ ઓવરમાં મેચનો પલટો ફેરવી શકે છે.


 


 


આ પણ વાંચો--


ગુજરાતની આ યુનિવર્સિટી બની કોરોનાનું હોટસ્પોટ, 50થી વધુ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીને થયો કોરોના


Porscheએ ભારતમાં લૉન્ચ કરી 2 નવી સ્પોર્ટ્સ કારો, જાણો શું છે કિંમત


નાનું રોકાણ-મોટું ફંડ, પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં રોજ જમા કરો 50 રૂપિયા, તમને મળશે આટલા લાખ રૂપિયા


Gujarat New Corona Guidelines: ગુજરાતમાં હવે રાતના 10 વાગ્યાથી જ 10 શહેરોમાં નાઈટ કરફ્યુ, 8 મહાનગર સાથે બીજા બે ક્યાં શહેરોમાં કરફ્યુ ?


અમદાવાદની આ હિન્દી સીરિયલની અત્યંત લોકપ્રિય એક્ટ્રેસના થયા ડિવોર્સ, સરોગસીથી જન્મેલી બે વર્ષની છે દીકરી