David Warner: ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડી ડેવિડ વોર્નરે ક્રિકેટના વ્યસ્ત શેડ્યુલ વચ્ચે મોટું નિવેદન આપ્યું છે. ડેવિડ વોર્નરે વ્યસ્ત શેડ્યુલે કહ્યું કે, "આવનારા પાંચ વર્ષો ખુબ જ ડરામણા છે. સારું છે કે, મારું કરિયર છેલ્લા વળાંક પર છે." મહત્વનું છે કે, ક્રિકેટના ખેલાડીઓનું વધુ ક્રિકેટ રમવું અને વિવિધ સિરીઝ અને લીગ મેચોના વ્યસ્ત કાર્યક્રમના કારણે માનસિક દબાણ અંગેની વાતો પણ હાલ સામે આવી રહી છે. ક્રિકેટના ઘણા દિગ્ગજ ખેલાડી વ્યસ્ત શેડ્યુલ વિશે પોતાની વાત મુકી ચુક્યા છે. આ અંગે હવે ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડી વોર્નરે કહ્યું કે, મારા માટે ક્રિકેટના આવનારા 5 વર્ષનું કેલેન્ડર જોવું ખુબ જ ડરામણું છે.
સારું છે કે, મારું કરિયર છેલ્લા વળાંક પર...
ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ડેવિડ વોર્નરે ક્રિકેટના વ્યસ્ત શેડ્યુલ વિશે પોતાની વાત મુકતાં કહ્યું કે, આવનારા પાંચ વર્ષોનું ક્રિકેટ શેડ્યુલ ખુબ જ ડરામણું છે. મને ખુશી છે કે, હું મારા કરિયરના છેલ્લા વળાંક પર છું. હું મારા પરિવાર સાથે છું પરંતુ ઘણા યુવા ખેલાડીઓનો પણ પરિવાર છે. આટલા વ્યસ્ત કાર્યક્રમમાં તેમના માટે પરિવાર સાથે સમય વિતાવવો ખુબ જ મુશ્કેલ થવાનું છે. વોર્નરે કહ્યું કે ખેલાડીઓના વ્યસ્ત કેલેન્ડરમાં દર વર્ષે 80-90 મેચો રમવાની થઈ રહી છે. એવામાં ખુદને ફિટ રાખવા અને સ્પર્ધામાં પણ ટકી રહેવું એ બધુ ઘણું મુશ્કેલી ભર્યું છે.
વોર્નર બિગ બેશ રમતો જોવા મળશે
ઓસ્ટ્રેલિયાનો સ્ટાર ઓપનર ડેવિડ વોર્નર ફરી એકવાર પોતાની જૂની ટીમમાં પાછો ફર્યો છે. 9 વર્ષ બાદ તે ફરીથી બિગ બેશ લીગમાં સિડની થંડર તરફથી રમતા જોવા મળશે. તેણે સિડની થંડર સાથે બે વર્ષનો કરાર કર્યો છે. વોર્નર આવતા વર્ષની શરૂઆતમાં શરૂ થનારી BBLની 12મી સિઝનમાં ઓછામાં ઓછી 5 મેચો માટે ઉપલબ્ધ રહેશે.
ક્રિકેટડોટકોમડોટએયુ દ્વારા એક અહેવાલ જણાવે છે કે, થંડરની 1.9 મિલિયન ઓસ્ટ્રેલિયન ડોલર કેપમાંથી વોર્નરના પગારનો નોંધપાત્ર હિસ્સો ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (CA) દ્વારા ચૂકવવામાં આવશે. 35 વર્ષીય સ્ટાર ઓપનર ડેવિડ વોર્નર છેલ્લે ડિસેમ્બર 2013માં BBLમાં રમ્યો હતો અને તે નવી UAE T20 લીગમાં ભાગ લેવાનું વિચારી રહ્યો હતો. તે જાન્યુઆરી 2023ની શરૂઆતમાં BBLમાં જોડાવા માટે તૈયાર છે.