Jasprit Bumrah Revealed Fittest India Cricketer: ક્રિકેટમા ફિટનેસ ઘણી મહત્વની હોય છે. જો તમે તંદુરસ્થ નથી તો ક્રિકેટ રમવાનો વિચાર તમારા મગજ માંથી કાઢી નાખો. ફિટનેસ વિના ખેલાડીઓને ઈજા થવાની ઘણી શક્યતાઓ છે. આવી સ્થિતિમાં તમામ ખેલાડીઓ ફિટનેસનું ખાસ ધ્યાન રાખે છે. ભારતીય ટીમમાં જ્યારે પણ ફિટનેસની વાત થાય છે ત્યારે સૌથી પહેલું નામ વિરાટ કોહલીનું આવે છે. પરંતુ આશ્ચર્યની વાત એ હતી કે જસપ્રીત બુમરાહે ટીમ ઈન્ડિયાના સૌથી ફિટ ખેલાડી તરીકે વિરાટ કોહલીનું નામ લીધું ન હતું.
બુમરાહે પોતાના જવાબથી બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા. એક ઈવેન્ટ દરમિયાન વાત કરતી વખતે બુમરાહને ટીમ ઈન્ડિયાના સૌથી ફિટ ખેલાડી વિશે એક સવાલ પૂછવામાં આવ્યો હતો, જેનો તેણે ખૂબ જ આશ્ચર્યજનક જવાબ આપ્યો હતો.
ઈવેન્ટમાં બુમરાહને પૂછવામાં આવ્યું કે ટીમ ઈન્ડિયામાં સૌથી વધુ ફિટ ખેલાડી કોણ છે?
તેના જવાબમાં બુમરાહે કહ્યું, "હું જાણું છું કે તમે શું જવાબ શોધી રહ્યા છો, પરંતુ હું મારું નામ લેવા માંગુ છું કારણ કે હું એક ઝડપી બોલર છું. હું લાંબા સમયથી રમી રહ્યો છું. એક ઝડપી બોલર બનીને આ દેશ માટે રમી રહ્યો છું. આ ઉનાળામાં અંદર રમવા માટે ઘણું બધું જરૂરી છે તેથી હું હંમેશા ઝડપી બોલરોનું નામ લઈશ.
બુમરાહ લાંબા સમય બાદ વાપસી કરશે
તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયા 19 સપ્ટેમ્બરથી બાંગ્લાદેશ સામે 2 મેચની ટેસ્ટ સીરીઝ રમવાની છે. શ્રેણીની પ્રથમ મેચ ચેન્નાઈમાં રમાશે. આ મેચ દ્વારા જસપ્રીત બુમરાહ લગભગ અઢી મહિના બાદ ક્રિકેટના મેદાનમાં વાપસી કરશે. આ પહેલા ભારતીય પેસરે ટીમ ઈન્ડિયા માટે છેલ્લી મેચ ટી20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલમાં દક્ષિણ આફ્રિકા સામે રમી હતી. હવે બુમરાહ T20થી ટેસ્ટ ક્રિકેટમાં પ્રવેશ કરશે.
બુમરાહ હાલ માત્ર ઈન્ડિયાનો નહીં પરંતુ વિશ્વનો સૌથી સારો ફાસ્ટ બોલર માનવામાં આવે છે, તેને ટીમ ઈન્ડિયા માટે ઘણી વાર મુશ્કેલ પરિસ્થિતિમાં વિકેટ લઈને ટીમને આવી મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર કાઢી છે. હવે તે ફરીવાર બાંગ્લાદેશ સામે મેદાનમાં જોવા મળશે.
આ પણ વાંચો: Photos: બીસીસીઆઇ આ ખેલાડીઓને વિરાટ જેટલો પગાર આપે છે, તેઓ એક વર્ષમાં કરોડો કમાય છે