IPL 2023: IPL ની બીજી ક્વૉલિફાયર મુંબઇ અને ગુજરાત વચ્ચે અમદાવાદમાં રમાવાની છે. આ ઉપરાંત આઈપીએલની ફાઈનલ મેચ પણ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જ રમાવાની છે. ફાઇનલ મેચને લઈને અલગ અલગ પ્રશાસન દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. 26 અને 28 મેના રોજ રમાનારી મેચ મામલે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
જેમાં મેટ્રોનો સમય સવારના 7 થી રાતના 1.30 કલાક સુધી કરવામાં આવશે. મુસાફરોનો ઘસારો ટાળવા પેપર ટિકિટ એડવાન્સમાં મેળવી શકાશે. ટ્રેનના નિયત સમય કરતાં પહેલાં મુસાફરો સ્ટેશન ઉપરથી પેપર ટિકિટ મેળવી શકશે. સ્પેશિયલ પેપર ટિકિટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જેની કિંમત 25 રૂપિયા રહેશે.
અહીં ક્લિક કરીને વાંચો સમગ્ર માહિતી
અમદાવાદ શહેર પોલીસ દ્વારા પણ બહાર જાહેરનામું પાડવામાં આવ્યું છે. જેમાં જનપથથી મોટેરા સ્ટેડિયમ સુધીનો માર્ગ બંધ રાખવામાં આવશે. 26 મેના રોજ બપોરના 2 થી રાતના 12 કલાક સુધી માર્ગ બંધ રહેશે. 27 મેના રોજ રાત્રીના 12 કલાકથી રાત્રીના 2 કલાક સુધી માર્ગ બંધ રહેશે. 28 મેના રોજ બપોરના 2 થી રાતના 12 કલાક સુધી માર્ગ બંધ રહેશે. 29 મેના રોજ રાત્રીના 12 કલાકથી રાત્રીના 2 કલાક સુધી માર્ગ બંધ રહેશે.
ધોમધખતા તાપમાં IPL ફાઇનલની ટિકીટો લેવા મોદી સ્ટેડિયમમાં લોકોની પડાપડી
ઇન્ડિયન પ્રીમિયર લીગની 16મી સિઝન અંતિમ તબક્કામાં પહોંચી ચૂકી છે, પ્લેઓફની મેચ રમાઇ રહી છે, પ્રથમ ક્વૉલિફાયર તરીકે ચેન્નાઇ સુપર કિંગ્સ ફાઇનલમાં પહોંચી ચૂકી છે, અને બીજી ક્વૉલિફાયર માટે મુંબઇ અને ગુજરાત વચ્ચે જંગ જામશે, પરંતુ આ બધાની વચ્ચે હવે આઇપીએલ ફાઇનલને લઇને ક્રિકેટ ફેન્સ ઉત્સાહિત થયા છે, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી આઇપીએલની ફાઇનલ જોવા માટેની ટિકીટ લેવા માટે લોકોની પડાપડી થઇ રહી છે.
તાજેતરમાં જ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાંથી ખાસ દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં લોકોની ભીડ જોવા મળી રહી છે, આ તમામ લોકો ફાઇનલની ટિકીટ લેવા માટે પડાપડી કરી રહ્યાં છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બહાર આઈપીએલની સેમીફાઈનલ અને ફાઈનલની ટિકિટ માટે લાગી લાંબી લાઈનો લાગી છે. ઓનલાઈન ટિકિટ બુક કરાવનાર દર્શકો હજારોની સંખ્યામાં ફિઝિકલ ટિકીટ લેવા પહોંચ્યા છે. ધોમધખતા તાપમાં પણ સ્ટેડિયમમાં હજારોની ભીડ જામી હતી, આ કારણોસર છેલ્લા એક કલાકથી વધુ સમયથી ટિકીટ વહેંચણી બંધ કરવામાં આવી હતી. સ્ટેડિયમમથી લઇને બ્રિજની નીચે સુધી લોકોની ભીડ જોવા મળી રહી છે.