Haryana Nuh Clash: નૂહ હિંસા બાદ હરિયાણા સહિત પશ્ચિમ ઉત્તર પ્રદેશનું પોલીસ-પ્રશાસન એલર્ટ મૉડ પર છે. આ હિંસા અંગે દેશના અલગ-અલગ નેતાઓના નિવેદનો આવ્યા છે. આ દરમિયાન ભારતીય ક્રિકેટર સચિન તેંદુલકરનો એક જુનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. ખરેખરમાં, આ વીડિયો ત્યારનો છે જ્યારે સચિને તેની ક્રિકેટ કારકિર્દીની શરૂઆત કરી હતી. આ વીડિયોમાં સચિન ઉપરાંત અમિતાભ બચ્ચન, અનુપમ ખેર સહિત અનેક ફિલ્મી હસ્તીઓ પણ જોવા મળી રહી છે. આ વીડિયો દ્વારા હિન્દુ-મુસ્લિમ એકતાનો સંદેશ આપવામાં આવી રહ્યો છે. નૂહ હિંસા બાદ હવે આ વીડિયો ફરી વાયરલ થઈ રહ્યો છે.
સચિન તેંદુલકરનો જુનો Viral Video
આ વીડિયોની શરૂઆતમાં ક્રિકેટર સચિન તેંદુલકર કહી રહ્યો છે, 'જ્યારે અમે ભારત માટે રમીએ છીએ ત્યારે અમે એક ટીમ છીએ. મેદાનમાં કોઈ ફરક નથી પડતો કે તમે હિન્દુ છો કે મુસ્લિમ. આની આગળ ક્રિકેટરે કહ્યું, 'હું સચિન તેંદુલકર છું અને સૌથી પહેલા હું ભારતીય છું'. આ પછી આ વીડિયોમાં બૉલીવુડની ઘણી હસ્તીઓ પણ જોવા મળી રહી છે.
વીડિયોમાં અભિષેક બચ્ચન, તબ્બુ, અનુપમ ખેર, શબાના આઝમી સહિતના સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કલાકારો પણ કહેતા સાંભળવા મળે છે કે, હું ભારતીય છું. 29 સેકન્ડનો વીડિયો અભિનેતા અમિતાભ બચ્ચન 'હિન્દુસ્તાની પે જુલમ સારે દેશ પે જુલમ' કહીને સમાપ્ત થાય છે.
નૂંહ બાદ પોલીસ - તંત્ર એલર્ટ -
નૂંહ અને મણીપુર હિંસા બાદ આ જુનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોનો હેતુ હિન્દુ-મુસ્લિમ ભાઈચારો છે. એક તરફ નૂંહ હિંસા બાદ ગુરુગ્રામ અને ફરીદાબાદમાં પોલીસ તંત્ર હાઈ એલર્ટ પર છે. તે જ સમયે યુપી સરકારે પશ્ચિમ ઉત્તરપ્રદેશના કેટલાક જિલ્લાઓમાં પોલીસને એલર્ટ રહેવા માટે પણ કહ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ હિંસા બાદ હિન્દુ સંગઠનોએ પણ વિરોધ કર્યો હતો. આ ઉપરાંત આ હિંસા પર હરિયાણાના સીએમ મનોહર લાલ ખટ્ટરના નિવેદનની પણ ટીકા કરવામાં આવી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે પોલીસ દરેક નાગરિકની સુરક્ષા કરી શકતી નથી.